Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

થેલેસેમીયા ગ્રસ્‍ત બાળકોના લાભાર્થે રક્‍તદાન કેમ્‍પ દ્વારા વહારે આવતો જૂનાગઢનો પાટીદાર સમાજ

સરદાર પટેલ કર્મચારી મંડળ અને ઉમાં ફ્રેન્‍ડ્‍સ ઓર્ગેનાઇઝેશન (UFO) દ્વારા કર્મચારી સંગઠને નવી ભાત પાડી

જૂનાગઢ, તા.૧૪: પાટીદાર સમાજની સામાજિક સંસ્‍થાઓ સરદાર પટેલ કર્મચારી મંડળ અને ઉમાં ફ્રેન્‍ડ્‍સ ઓર્ગેનાઇઝેશન દ્વારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં થેલેસેમિયા ગ્રસ્‍ત બાળકો માટે લોહીની જરૂરીયાતને મદદરૂપ બનવા અને થેલેસેમિયા ગ્રસ્‍ત બાળકોની વહારે આવવા ગિરનાર પબ્‍લિક સ્‍કૂલમાં ખાતે મેગા રક્‍તદાન કેમ્‍પમાં રક્‍ત દાતાઓએ રક્‍તદાન કરીને સાચા અર્થમાં માનવતાની મહેક પ્રસરાવેલ છે.

આ રક્‍તદાન શિબીરનો પ્રારંભ કરાવતા ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા,  સહકારી અગ્રણી કિરીટભાઇ પટેલે જણાવ્‍યુ હતુ કે નોકરી કરતા કર્મયોગીઓ દ્વારા રક્‍તદાન એ જ મહાદાનની ભુમીકા ચરિતાર્થ કરતા પટેલ સમાજનાં બે સંગઠન સરદાર પટેલ કર્મચારી મંડળ અને ઉમા ફ્રેન્‍ડ ઓર્ગેનાઈઝેશન સેવાક્ષેત્રે એક છત્ર તળે આવીને નવી પહેલ કરી છે.

આ પ્રસંગે રક્‍તદાતઓને પ્રોત્‍સાહિત કરવા લેઉઆ પટેલ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન જે. કે. ઠેસિયા, ડી.ડી.બેરા, અગ્રણી બિલ્‍ડર જેન્‍તીભાઇ વઘાસીયા,ખોડલધામ સમાધાનપંચનાં મહિલા અગ્રણી નયનાબેન અમુભાઈ પાનસુરીયા તેમજ સવજીભાઈ મેનપરા, રતિભાઈ મારડિયા, મધુબેન કણસાગરા, અનિલભાઈ માકડિયા, સચિનભાઈ ભૂત,બાઘુભાઈ ડોબરીયા, પ્રવીણભાઈ ભાડજા, નટવરભાઈ કનેરિયા, ડી. કે. મકવાણા, અક્ષય કનેરિયા સહિત કર્મચારી મંડળનાં હોદેદારો અને સામાજીક અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં રક્‍તદાતાઓ  સહયોગી બન્‍યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગી સંસ્‍થાઓ જેવીકે, લેઉવા પટેલ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ જૂનાગઢ દ્વારા કેમ્‍પનો ઉપયોગ, સ્‍ટેટબેંક ઓફ ઈન્‍ડીયા  દ્વારા દરેક રક્‍તદાતાઓને પ્રોત્‍સાહિત કરવા પ્રોત્‍સાહક ભેટ આપેલ. સહયોગી સંસ્‍થાઓ ખોડલધામ સેવા સમિતિ,  ઉમા પદયાત્રા સમિતિ, એચ.ડી.એફ.સી. બેંક, બજાજ એલિયન્‍સ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ, સિવિલ હોસ્‍પિટલ જૂનાગઢ તથા બાપા સીતારામ ગ્રુપ દ્વારા રક્‍તદાન કેમ્‍પને સહયોગ પુરો પાડ્‍યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદાર પટેલ કર્મચારી મંડળના પ્રમુખ  હરેશભાઈ વઘાસીયા તેમજ ઉમા ફ્રેન્‍ડસ ઓર્ગેનાઈઝેશન ના પ્રમુખ મુકુંદભાઈ હીરપરા તેમજ બંને સંસ્‍થાના કારોબારી સભ્‍યો દ્વારા જહેમત ઉઠાવી નિર્ધાર વ્‍યક્‍ત કર્યો હતો કે ભવિષ્‍યમાં સમાજહિતનાં સેવાકાર્યો સાથે મળીને બંને સંસ્‍થાઓ ખભે ખભો મિલાવી કરશે

(1:43 pm IST)