Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

જામનગરમાં સાંઇબાબા મંદિર ગાંધીનગર ખાતે શ્વાસરોગ કેમ્‍પ યોજાયો

જામનગર : સાંઇ મહેશ્વર ચિકિત્‍સા સેવા મંડળના સહયોગથી શ્વાસરોગથી પીડિત દદીૃઓ માટે શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર દ્વારા વર્ષમાં ૩ વખત એટલે કે ગુરૂપૂર્ણિમા, હોળી પુનમ અને શરદ પુનમના રોજ વિનામૂલ્‍યે શ્વાસરોગનો કેમ્‍પ યોજવામાં આવે છે. હોળીની પુનમની રાત્રે શ્વાસરોગના દર્દીઓ માટે કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે વોર્ડ નં.૩ના કોર્પોરેટર અલ્‍કાબા જાડેજા તથા કોર્પોરેટર પરાગભાઇ પટેલ ઉપસ્‍થિત રહયા હતા. આ કેમ્‍પનો લાભ ૧૩પ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્‍પમાં ડો. ઉમંગ પંડયા અને તેમની ટીમ દ્વારા દર્દીઓને યોગ્‍ય માહિતી પુરી પાડી હતી અને શ્વાસના રોગથી બચવા માટેના ઉપાયો જણાવ્‍યા હતા.  કેમ્‍પમાં થતા દર્દીઓના લાભને  જોઇ બ્રાઝીલથી જામનગર આયુર્વેદ અભ્‍યાસ અર્થે આવેલ દર્દીઓએ પણ કેમ્‍પમાં હાજરી આપી હતી.

 કેમ્‍પને સફળ બનાવવા મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ કનકસિંહના માર્ગદર્શન હેઠળ સેવાભાવી કાર્યકરો, મહેન્‍દ્રભાઇ પટેલ, શીવુભા, રાજ રાચ્‍છ, પસાભાઇ, કિશોરભાઇ પટેલ, વિરેન્‍દ્ર ત્રિવેદી, શુકલભાઇ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેમ સાંઇબાબા મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ કનકસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

(12:28 pm IST)