Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

જેતલસરની સૃષ્‍ટિ રૈયાણી હત્‍યા કેસમાં એકમાસમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કર્યુ'તુ

તત્‍કાલીન રૂરલ એસ.પી. બલરામ મીણાના નેતૃત્‍વ તળેની ‘સીટ'ની ટીમે : તત્‍કાલીન એ.એસ.પી. અને હાલ સુરત ડીપીસી ઝોન-૩ સાગર બાગમાર તથા રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ (હાલ એસીબી રાજકોટ)ની ટીમે આરોપીને સજા અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી

રાજકોટ, તા. ૧૪ :  જેતલસરના ચર્ચાસ્‍પદ સૃષ્‍ટિ હત્‍યા કેસમાં આરોપીને સજા જાહેર કરાઇ છે. ત્‍યારે આરોપીને સજા અપાવામાં તત્‍કાલીન રૂરલ એસ.પી. બલરામ મીણા (હાલ દાહોદ એસ.પી.)ના નેજા તળે રચાયેલ સ્‍પેશીયલ ઇન્‍વેસ્‍ટીગેશનની ટીમના અધ્‍યક્ષ જેતપુરના તત્‍કાલીન એ.એસ.પી. અને હાલ સુરત-ઝોન ૩માં ડીસીપી સાગર બાગમાર અને રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ (હાલ રાજકોટ એસ.બી.) ની ટીમની ચાવીરૂપ ભૂમિકા હતી.

ચર્ચાસ્‍પદ કેસની વિગત જોઇએ તો  તારીખ ૧૬ માર્ચ ૨૦૨૧ ના દિવસે જેતલસર ગામની યુવતી ૅસળષ્ટિ રૈયાણીૅ ની ઘાતકી રીતે હત્‍યા કરવામાં આવી હતી અને તે જ ગામના જયેશ ગિરધર સરવૈયા નામના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરે જ્‍યારે યુવતી અને તેનો નાનો ભાઈ એકલા હતા ત્‍યાં જઈ યુવતી ને ૩૬ છરીના ઘા મારી નિર્દય પૂર્વક મળત્‍યુને  ઘાટ ઉતારી હતી અને તેના નાના ભાઈ હર્ષ ને મરણ તોલ ઈજાઓ કરી   છડે ચોક ખૂની ખેલ ખેલ્‍યો હતો. બનાવની ગંભીરતા જોતા રેન્‍જ આઇજીપી સંદીપસિંગની સૂચના અન્‍વયે રાજકોટ ગ્રામ્‍ય એસ.પી.  બલરામ  મીના એ તુરંત જ (એસઆઇટી) સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમની રચના કરી હતી જેના અધ્‍યક્ષ સ્‍થાને એસ.પી.સાગર બાગમાંર તથા ઇન્‍વેસ્‍ટિગેશન ઓફિસર તરીકે પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર   અજયસિંહ ગોહિલને તપાસ  સોંપી હતી અને  અન્‍ય સભ્‍યો તરીકે મહિલા પીએસઆઇ   એનાર કદાવલા તથા પી.એસ.આઇ. પીજે બાંટવા તથા રાઇટર રસિકભાઈ ની ટીમ બનાવી હતી. બનાવ ખૂબ જ ગંભીર હોય રાજકીય અને સામાજિક   પ્રત્‍યાઘાતો પણ ખૂબ જ પડ્‍યા હતા અને પટેલ સમાજની વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગળહ મંત્રીશ્રી ને ૨૦૦ થી વધુ અરજીઓ અને આવેદનપત્ર પાઠવી ગુનેગારને કડકમાં કડક સજા આપવા રજૂઆતો કરવામાં આવી હતી. વિવિધ રાજકીય પક્ષોના ઉચ્‍ચ હોદ્દેદારોએ મળતકના પરિવારની મુલાકાતો લીધી હતી જેમાં સી આર પાટીલ તથા જયેશ રાદડિયા વગેરે  નેતા ઓએ  ભોગ બનનાર ના પરિવારને  આશ્વાસન અને રક્ષણની ખાતરી આપી ગુનેગારને કડકમાં કડક સજા થાય તેવી સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપી હતી.

 તપાસ અધિકારી અજયસિંહ ગોહિલ અને તેની ટીમ દ્વારા  ઝીણવટ ભરી તપાસ ચાલુ રાખી અને વિગતવારના પુરાવા એકત્ર કરી અલગ અલગ સાહેદ સાક્ષીઓ તપાસી તેમના નિવેદનો  સીઆરપીસી ૧૬૪ મુજબના  મેજિસ્‍ટ્રેટ સમક્ષના નિવેદનો નોંધાવી આરોપી વિરુદ્ધ ફક્‍ત એક માસમાં તપાસ પૂર્ણ કરી સેશન્‍સ કોર્ટ જેતપુરમાં ચાર્જશીટ રજૂ કરી આરોપીને કડક સજા અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

(11:49 am IST)