Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

કારડીયા રાજપુત સમાજ દ્વારા ગીર સોમનાથ જીલ્લાના પ્રાચી મુકામે ૫ મો સમૂહલગ્ન મહોત્‍સવ યોજાયો

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૧૪: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તિર્થ.મુકામે સમસ્‍ત કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્ન સમિતિ પ્રાચી આયોજિત દર વર્ષે જેમ આ વર્ષે પણ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે સમૂહ લગ્નનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્‍યુ હતું.

આ સમૂહ લગ્નની તૈયારીઓ કારડીયા રાજપૂત સમાજ.પ્રાચી મુકામે ઘણા સમયથી સમૂહ લગ્નસમિતિદ્વારા કરવામાં આવી હતી અનેસમાજના યૂવાન મિત્રો પોતાનો કીમતી સમય આપી રહ્યા હતા સમાજના આ સમૂહ લગ્નમાં ખંભાખભા મિલાવી આ સમૂહ લગ્નને શુશોભિત કર્યા હતા.

શુભ મુહુતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતુ કારડીયા રાજપૂત સમાજના આ સમૂહ લગ્નમાં ૪૨ નવદંપતી એ પ્રભુતામાં પગલાં માંડીયા હતા દર વર્ષની જેમ જ યોજાનાર આ સમૂહ લગ્ન સમારોહમાં સમાજના સૌ પોતપોતાના કામધંધા અને ખેતી વાડી બંધ રાખી કારડીયા રાજપૂત સમાજના આ ભગીરથ કાર્યમાં અલગ અલગ સમિતિઓ બનાવી યુવાનો અને વડીલો પોતાનું યોગદાન આપયુ હતૂ .આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં સવારે ૬ વાગ્‍યે તમામ જાનનું આગમન અને બપોર સુધીમાં તમામ વિધિ જમણવાર સાથે સંપન્‍ન થઈ ગયું એવું આયોજન કરવામાં આવેલ હતું.સમૂહ લગ્નમાં સમૂહ ભોજન સમસ્‍ત કારડીયા રાજપૂત સમાજ સાથે લેવામાં આવ્‍યું હતું. માટે સમાજના આગેવાનો દ્વારા આગ્રહથી વિનંતી કરી છે.સમૂહ લગ્નમાં સમાજના તમામ લોકો જોડાય તે માટે યુવાનો વડીલો અને શ્રેષ્‍ઠીઓએ સમાજના તમામ લોકોને આગ્રહ ભરી વિનંતી કરેલ છે.

શ્રી ક્ષત્રિય કારડીયા સમાજ પ્રાચી સંચાલિત સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૫મો સમુહ. લગ્ન મહોત્‍સવનું એક સરસ મંજાનુ આયોજન કરવામાં આવ્‍યું હતુ.આ પ્રસંગે સમાજના આગેવાનો એ હાજરી આપી અને નવદંપતીને આ આશીર્વાદ આપીયા હતા.આ પ્રસંગે સમાજના આગેવાનો માજી ધારાસભ્‍ય ગોવિંદભાઈ પરમાર સુરસિંહભાઇ મોરી, કરશનભાઈ સોલંકી, દીલિપસિંહ બારડ, માનસિહ ભાઈ ડોડીયા, રાજવીરસિંહ ઝાલા, સમિતિના પ્રતાપભાઈ બારડ દેવેસિગબાપુ, કે.વી.બારડ સુભાષભાઈ પરમાર અને સંજયભાઈ વાળા, દિલીપભાઈ ઝાલા અને રાજકોટથી પધારે મહેશભાઈ અને જીલ્લાનાના આગેવાનોએ હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો

(11:43 am IST)