Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

પડધરીમાં રામજી ઉર્ફ અમિત પર ધોકાવાળી

કાનજીભાઇ ચાવડા, વિજ્યાબેન, બુધીબેન સહિતે ધોકા-પાઇપ ફટકાર્યાઃ જુનુ મનદુઃખ કારણભુતઃ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૧૪: પડધરીના આંબેડકરનગરમાં રહેતાં રામજી ઉર્ફ અમિત ચંદુભાઇ ચાવડા (ઉ.વ.૨૨) નામના યુવાન પર તેના જ વિસ્તારના કાનજીભાઇ ચાવડા, વિજ્યાબેન, બુધીબેન સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કરી હાથ-શરીરે ઇજાઓ કરતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી. રામજી ઉર્ફ વિજય કલરકામની મજૂરી કરે છે. તેના કહેવા મુજબ તેને અગાઉ છોકરી સાથે પ્રેમ હતો. આ કારણે ઘણા સમયથી મનદુઃખ ચાલે છે. તેના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. ઝપાઝપીમાં સોનાનો ચેઇન પણ ખોવાઇ ગયો હતો. પડધરી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)