Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવતા બ્રિજેશ મેરજા

 મોરબી તા. ૧૪ : મોરબી શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવેલ કે તા. ૩૧-૧૨-૧૯ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મોરબી શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે કેટલી અરજીઓ મળી તેના જવાબમાં શહેરી વિકાસનો હવાલો સંભાળતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ૨૫૪૨ અરજીઓ મળી છે તે પૈકી કેટલી અરજીઓ મંજુર અને નામંજૂર કરી એમ ધારાસભ્યે સવાલ કરતા અફોર્ડબલ હાઉસિંગ પ્રોજેકટ હેઠળ ૬૮૦ અરજીઓ મંજુર કરી અને ૧૫૧૬ અરજીઓ નામંજૂર કરી બીએલસી ઘટક હેઠળ ૩૧૧ અરજીઓ મંજુર કરી અને ૩૫ નામંજૂર કરી આમ ૧૫૫૧ માંગણીદારો સામે ૯૯૧ ની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી છે

ધારાસભ્ય મેરજાએ મોરબી અને રાજકોટ જીલ્લામાં બળાત્કારના બનાવ અંગે પુછેલ પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ તા. ૧-૧-૧૮ થી ૩૧-૧૨-૧૮ સુધીમાં મોરબી જીલ્લામાં ૧૪, રાજકોટ શહેરમાં ૪૩ અને રાજકોટ ગ્રામ્યમાં ૩૯ જેટલી બળાત્કારની ઘટનાઓ બની છે તા. ૧-૧-૧૯ થી ૩૧-૧૨-૧૯ સુધીમાં મોરબી જીલ્લામાં ૨૦ અને રાજકોટ શહેરમાં ૪૩ અને રાજકોટ ગ્રામ્યમાં ૩૨ જેટલા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

બ્રિજેશ મેરજાએ બળાત્કારનો ભોગ બનેલ બાળાઓ અંગે માહિતી માંગતા તા. ૧-૧-૨૦૧૦ થી ૩૧-૧૨-૧૮ સુધીમાં રાજકોટ જીલ્લામાં ૦ થી ૫ વર્ષની ૨ બાળાઓ અને ૬ થી ૧૮ વર્ષની ૧૭ બાલિકાઓ તેમજ રાજકોટ શહેરમાં ૦ થી ૫ વર્ષની ૨ બાળાઓ અને ૬ થી ૧૮ વર્ષની ૧૯ બાલિકાઓ ભોગ બની છે મોરબી જીલ્લામાં ૬ થી ૧૮ વર્ષની ૫ બાળાઓ શિકાર બની છે.

તા. ૦૧-૦૧-૧૯ થી ૩૧-૧૨-૧૯ સુધીમાં ૦ થી ૫ વર્ષની ૧ બાળા, મોરબી જીલ્લામાં ૬ થી ૧૮ વર્ષની ૧૫ બાળા ભોગ બની છે આ બળાત્કારીઓને પકડવા પોલીસે શું કાર્યવાહી કરી તેવા ધારાસભ્યના સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં ૩ અને રાજકોટ ગ્રામ્યમાં ૨ ઇસમોને પકડવામાં આવ્યા છે મોરબી પંથકમાં બળાત્કારના બનાવો અટકાવવા ધારાસભ્યએ વિધાનસભામાં ચિંતા વ્યકત કરી છે.

(11:44 am IST)