Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

મોરબીના લાલપર પાસે કારખાનામાં જુગારના હાટડા પર એલસીબી ત્રાટકીઃ ૬ શખ્સો પકડાય

રોકડ ૧.૬૫ લાખ, બે કાર અને બાઇક સહિત ૧૯.૨૫ લાખનો મુદ્દામાલ કબ્જેઃ પી.એસ.આઇ. આર.ટી.વ્યાસ તથા સ્ટાફનો દરોડો

મોરબી તા. ૧૪ : મોરબીના લાલપર ગામે કારખાનામાં ચાલતા જુગારના હાટડા પર એલસીબીએ રેઇડ કરી અડધોડઝન પત્તા પ્રેમીઓને રોકડ રૂ. ૧.૬૫ લાખ સહિત ૧૯.૨૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસઙ્ગ જયપાલસિંહ રાઠૌડ ના માર્ગદર્શન હેઠળ ગતરાત્રીના એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી.વ્યાસઙ્ગ એલ.સી.બી. મોરબીને જુગારની બદ્દી નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી.ના યોગીરાજસિંહ જાડેજા તથા પેરોલ ફર્લોનાઙ્ગ સહદેવસિંહ જાડેજા ને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના લાલપર ગામે સંતોષ ગ્રાઇડીંગ નામના કારખાનામાં ગંજીપતાથી પૈસાની હારજીતનો તિનપત્ત્।ીનો જુગાર રમતા (૧) ચતુરભાઇ પ્રાગજીભાઇ અઘારા રહે.રવાપર રોડ, મોરબી (૨) કમાભાઇ પીઠાભાઇ મકવાણા રહે.ડેલફી સીરામીક (૩) ભરતભાઇ કેશવજીભાઇ અઘારા રહે. મોરબી (૪) ભરતભાઇ ગોરધનભાઇ અઘારા રહે.ભડીયાદઙ્ગ (૫) લાલજીભાઇ શામજીભાઇ સોરીયા રહે.મહેન્દ્રનગરઙ્ગ અને (૬) મહેશભાઇ ગોરધનભાઇ અઘારા રહે.ભડીયાદ વાળાનેઙ્ગ રોકડા રૂ.૧,૬૫,૦૦૦ તથા મારૂતી સુઝુકી સીયાઝ કાર કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦ , મારૂતી સુઝુકી એસક્રોસ કાર કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦,ઙ્ગ ઙ્ગમોટરસાયકલ ૧૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૮ રૂપિયા.૫૦,૫૦૦ આમ કુલમળી રૂપિયા ૧૯,૨૫,૫૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(4:43 pm IST)