Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

જામનગરમાં મોબાઇલ ચોરી કરનાર શબીર સુમરા ઝડપાયોઃ ૧પ ચોરીનો ભેદ ઉકેલાયો

 જામનગર તા. ૧૪ :.. પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળની સુચના તથા એલ.સી.બી. પો. ઇન્સ. શ્રી આર. એ. ડોડીયાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણ શોધાયેલ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.

શહેરમાં ખંભાળીયા નાકે આવતા સાથેના સ્ટાફના નિર્મળસિંહ બી. જાડેજા તથા મિતેશ પટેલ તથા સુરેશભાઇ ડાંગરને તેઓના બાતમીદારથી હકિકત મળેલ કે, અગાઉ લૂંટના ગુનામાં પકડાયેલ શબીરભાઇ ઉર્ફે માઇકલ ઉમરભાઇ ખફી સુમરા રહે. જામનગર વાળો ઇસમ જામનગર શહેરમાં ભીડભાડ વાળી જગ્યાઓ ઉપરથી માણસો ખિસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી કરવામાં સંડોવાયેલ છે. જે ચોરી કરી મેળવેલ. મોબાઇલ ફોન જામ શહેરમાં ખંભાળીયા નાકે આવેલ દુકાનો વાળાને વેચવા માટે આવેલ છે. તેવી હકિકત આધારે મજકુર ઇસમને પકડી પાડી તેમના કબ્જામાંથી કુલ ૧૯ મોબાઇલ ફોન કિ. રૂ. ૬૭,૦૦૦ મળી આવતા કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને નીચે મુજબની ચોરીઓ કરેલ ની કબુલાત કરેલ છે. મજકુર વિરૂધ્ધ પો. સબ. ઇન્સ. શ્રી વી. વી. વાગડીયાએ કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે.

આજથી દોઢેક મહિના પહેલા જામનગરમાં દરબારગઢ શાક માર્કેટએ માણસોની ભીડમાંથી મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી.

આજથી ચારેક મહિના પહેલા જી. જી. હોસ્પીટલમાં માંથી એક માણસના ખિસ્સામાંથી સેમસંગ મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી.

આજથી પંદરેક દિવસ પહેલા જામનગર શહેરમાં દિગ્ઝામ સર્કલ  પાસે ચા ની હોટલ પાસે માણસો ઉભેલ હોય તેમના ખીસ્સા માંથી લાવા કંપનીનો મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી.

આજથી દોઢે વર્ષ પહેલા કાલાવડ નાકા બહાર એક ભાઇના શર્ટના ઉપરના ખીસ્સામાંથી નોકીયા કંપનીનો મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી, આજથી દોઢેક વર્ષ પહેલા કાલાવડ નાકા બહાર એક રેલીમાંથી બે ભાઇના ખીસ્સામાંથી એક નોકીયા તથા એક સેમસંગ કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી, આજથી દોઢેક વર્ષ પહેલા જામનગર શહેરમા કલ્યાણચોકમાં ભીડમાંથી એક ભાઇના ખીસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી., આજથી દોઢેક વર્ષ પહેલા દરબાર ગઢમાથી બે ભાઇના ખીસ્સામાંથી એક નોકીયા કંપની તથા એક સેમસંગ કંપની મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી., આજથી દોઢેક વર્ષ પહેલા વહેલી સવારના દરબાર ગઢ શાકમાર્કેટ માથી એક ભાઇના ખીસ્સામાંથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી, આજથી સવા વર્ષ પહેલા સવારના અગીયારેક વાગ્યાના સુમારે કિટોરીયા પુલ પાસે નદીના પટમાં એક ભાઇના ખીસ્સામાંથી એક મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી., આજથી સવા વર્ષ પહેલા કલાવડ નાકા બહાર બે ભાઇના ખીસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી.

આજથી સવા વર્ષ પહેલા દરબારગઢ પાસે આવેલ શાક માર્કેટમાંથી સવારના એક ભાઇના ખીસ્સામાંથી વીડીયોકોન કંપનીનો મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી.

આજથી સવા વર્ષ પહેલા વીકટોરીયા પુલ ભરાતી ગુજરી બજારમાંથી એક ભાઇના ખીસ્સામાં હાથ ઓપો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી.

આજથી સવા વર્ષ પહેલા દરબારગઢ શાક માર્કેટમાંથી સવારના સમયે બે ભાઇના ખીસ્સામાંથી માઇક્રોમેકસ તથા એક આઇટેલ કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી.

આજથી સવા વર્ષ પહેલા વીકટોરીયા પુલમાં ગુજરી બજારમાંથી એક ભાઇના ખીસ્સામાંથી ઓપો મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી.

આજથી સવા વર્ષ પહેલા વીકટોરીયાપુલ પાસે નદીના પટમાં ભરાતી ગુજરી બજારમાંથી બે ભાઇના ખીસ્સામાંથી બે મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી.

આજથી સવા વર્ષ પહેલા નદીના પટમાં ગુજરી બજારમાંથી એક ભાઇના ખીસ્સામાંથી સફેદ ઇન્ટેક્ષ કંપનીનો મોબાઇલ ફોનની ચોરી કરેલ હતી.

આ કાર્યવાહી પો. ઇન્સ. આર.એ. ડોડીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. શ્રી વી.વી. વાગડીયા તથા પો.સ.ઇ. શ્રી વી.એમ. લગારીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, હરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, ગજેન્દ્રસિંહ જાડેજા, શરદભાઇ પરમાર, કરણસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, નિર્મળસિંહ બી. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, મિતેશ પટેલ, કમલેશભાઇ રબારી, દિનેશભાઇ ગોહિલ, લક્ષ્મણભાઇ ભાટીયા, એ.બી. જાડેજા, અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(4:42 pm IST)