Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ભુજ : પરીણીતાને સંબંધ બાંધવા ત્રાસ-આપઘાત કેસમાં ત્રણ સાથી કર્મચારીને પાંચ વર્ષની સજા

ગાંધીધામ કોર્ટે એક મહિલા અને બે પુરૂષ કર્મચારીઓને સજા ફરમાવીઃ ૧ મહિલાનો નિર્દોષ છુટકારો

ભુજ, તા., ૧૪: દસ વર્ષ પુર્વે ર૦૦૭માં કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં યુવાન પરીણીતાએ કરેલ આત્મહત્યાના કિસ્સામાં કોર્ટે ચુકાદો આપ્યો છે. ગત ૧ર-૧-ર૦૦૭નાં કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં બાકરોઝ કોસ્મેટીક કંપનીમાં કામ કરતી યુવાન પરીણીતા એ એસીડ પીને આત્મહત્યા કરી લીધી હતી. આ મહિલા એ સ્યુસાઇડ નોટમાં તેના સહકર્મચારીઓ નવીન ઉર્ફે નારાણ કરશન મહેશ્વરી વિરૂધ્ધ તેણીને શારીરીક સંબંધ રાખવા દબાણ કરાતું હોવાનું અને આ માટે મૃતક વનીતાબેનને મજબુર કરવા માટે અન્ય ત્રણ કર્મચારીઓ ડાહીબેન મહેશ્વરી, રાજબાઇ અને ગુણવંત કલાભાઇ શ્રીમાળી દ્વારા મજબુર કરાતા હોવાની ફરીયાદ કરી હતી.

આ કેસમાં ગાંધીગ્રામ સેસન્સ કોર્ટે એક મહિલા રાજબાઇ પુનમ  અને બે પુરૂષો નવીન ઉર્ફે નારાણ કરશન મહેશ્વરી, ગુણવંત કલાભાઇ શ્રીમાળીને પાંચ પાંચ વર્ષની કેદ અને પ હજારનો દંડ ફટકાર્યો હતો. એક મહિલા રાજબાઇને નિર્દોષ છોડી મુકી હતી. કેસમાં સરકાર પક્ષે પી.પી. ધનસુખ જોગી અને ફરીયાદ પક્ષના વકીલો વી.પી.દવે અને વી.સી.આતવાણીએ દલીલો કરી હતી.

(4:38 pm IST)