Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

પોરબંદર RDX પ્રકરણમાં હાફીસ ટકલુની પુછપરછ થાય તેવી સંભાવના

ડી ગેન્ગના સાગ્રીતને દુબઇથી ભારતમાં લાવયા બાદ પોરબંદર લાવવામાં આવશે?: કુખ્યાત લેન્ડીગ એજન્ટ સાથે સંબંધો ચર્ચિત

પોરબંદર તા.૧૪:  ડી-ગેન્ગના સાગ્રીત અને બોમ્બે બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ ગણાતા હાફીસ ટકલુને તાજેતરમાં દુબઇથી ભારતમાં લાવવામાં આવ્યા બાદ તેને પોરબંદર આર ડી એકસ પ્રકરણમાં પુછપરછ માટે પોરબંદરમાં  લાવવામાં આવે તેવી સંભાવના જણાય છે.

પોરબંદરના કુખ્યાત લઘુમતી લેન્ડીંગ એજન્ટ સાથે હાફીસ ટકલુ સંકળાયેલ હોવાનું ચર્ચિત છે ત્યારે પોરબંદર આર ડી. એકસ પ્રકરણમાં કેટલીક કડી મેળવવા પોરબંદર લાવી પુછપરછ થાય તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે આર ડી એકસ પ્રકરણમાં મમુમીંયા નાભાઇ દાદલી મીંયા જે જામનગર જેલમાં રહેલ તે તાજેતરમાં જામીન મુકત થયેલ છે.

(1:23 pm IST)