Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

રામનવમીથી માધવપુરનો પ દિવસીય ભાતીગળ લોકમેળો

શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગની પરંપરાગત વિધિ, ૪ ફુલેકા અને સામૈયા સાથે

માધવપુર (ઘેડ)નો ઐતિહાસીક મહત્વ ધરાવતો લોકમેળો :.. માધવપુર (ઘેડ) એ નાનકડું એવું ગામ છે. ઐતિહાસીક અત્તિ મહત્વ ધરાવતું આ એ જ ગામ છે. જયાં ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણીજી સાથે વિવાહ કર્યા હતાં. ત્યારથી લઇને આજની તારીખે અહીં દર ચૈત્ર માસમાં પરંપરાગત મેળાનું આયોજન ગામ લોકો દ્વારા હોંશે હોંશે થાય છે જેમાં ભગવાન શ્રીના લગ્ન લેવાય છે. ૧ર મી સદીનું પ્રાચીન મંદિર દરિયા કિનારે આજે પણ ઉભું છે. મહાપ્રભુજીની બેઠક પણ અહીં મધુવનમાં છે અને ભગવાન શ્રી કૃષ્ણના પગલા પણ મંદિરમાં છે. જયાં લગ્ન થયા હતા એ સ્થળ પર આજની તારીખે એ લગ્નના દ્રશ્યો કેવા હશે એની કલ્પના કરાવી જાય છે. મેળા તથા વિવાહ પ્રસંગની ફાઇલ તસ્વીરો.

માધવરાયના લગ્નનો પ્રાચીન રથ

 માધવપુરમાં માધાવરાયજીના લગ્ન પ્રસંગનો અતિ પ્રાચીન કલાત્મક રથની તસ્વીર.

પોરબંદર તા. ૧૪ :.. પોરબંદર અને માંગરોળ મધ્યે ઘેડના નાકા અને નાકું એવા માધવપુર (ઘેડ) માં પૌરાણિક અને ધાર્મિક તેમજ સાંસ્કૃતિક દર વર્ષે ચૈત્ર સુદ ૯ થી ૧૩ સુધી સોરઠી ઢબનો મેળો ભરાય છે. પાંચ દિવસ માધવપુર પંથકમાં વિવાહમય વાતાવરણ છવાઇ જાય છે. પ્રાકૃતિક સૌંદર્યથી વીંટળાયેલા પશ્ચિમ સૌરાષ્ટ્રના સૌંદર્યધામો માંગરોળ - ચોરવાડ જેટલું જાણીતું પ્રાચીન નગર માધવપુર (ઘેડ) છે.

ભજનીક સ્વ. મોહનલાલ રાયાણીએ ભજનમાં ગાયું છે, કે, 'મારું રે મહિયરિયું માધવપુરમાં મધુરાનગરમાં, વેલડું જોડે તો મળવા જાઇએ' શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીનાના લગ્નનની વાતો હજારો વર્ષ પછી હૈયામાં સંઘરીને બેઠેલું માધવપુર સૌરાષ્ટ્રના નૈઋત્ય કોણમાં માંગરોળથી વાયેવ્યે ૧૮ માઇલ, કેશોદ સ્ટેશનથી અગ્નિ ખૂણામાં ૩૬ માઇલના અંતરે આવેલું ઐતિહાસીક નગર છે. અહીં યુગ પુરૂષ લોકજીવનના આધારધ્ય દેવ અને સાડા ત્રણ હજાર વર્ષ પછીયે જન હૈયામાં ધબકી રહેલા ભગવાન શ્રી કૃષ્ણ અરબી સમુદ્રના કાંઠે માધવરાયજીરૂપે મંદિરમાં બિરાજે છે સાગર અહર્નિશ એમના પગ પપાળે છે.

સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ મેળા તરણેતર, શિવરાત્રી અને માધવપુરમાં માધવપુર મેળાનું મહત્વ વધારે છે. ઘેડમાં મુખ્ય ત્રણ નદીઓ વહે છે તેમાં ભાદર, ઓઝત અને મધુવંતી આ ત્રણેયનું સંગમ સ્થાન માધવપુર છે. લોક હૃદયના હૈયે પણ ગવાય છે કે, 'ગંગા, યમુના, સરસ્વતી, ગોમતી એ ગૌદાન, તેથી અધિક મધુવંતી, જયાં પરણ્યા શ્રી ભગવાન'. આ મેળા અંગે 'માધવપુરનો માંડવો, જાદવકુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી શ્રી માધવરાય ભગવાન' કહેવત પ્રચલિત છે.

તીર્થભૂમિ ગુજરાત  પુસ્તકમાં લેખક રઘુવીર ચૌધરી નોંધે છે કે, માધવપુર (ઘેડ) સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. માધવપુર ભારતીય ધર્મ સાધકનું સંગમ સ્થળ છે. સાધકોનો માળો અને ભકતોનો મેળો માધવપુર છે. સ્કંદ પુરાણના માધવપુરા મહાત્મ્યમાં જે તીર્થોનો ઉલ્લેખ છે. એમના કેટલાંક અદ્રશ્ય થઇ ગયા છે. છતાં બ્રહ્મકુંડ, ગદાવાવ, કર્દમકુંડ, મેરાયા, વરાહકુંડ, ચો-બારી, કપીલ ડેરી અને સિધ્ધતીર્થ સંગમ નારાયણ આદિના વર્ણનો મુજબ અસ્તિત્વ છે.

સાગરકાંઠાની ઊંચાઇએ માધવરાયનું મંદિર છે. ત્યાંથી મધુવન ભણી જતાં શ્રી રામદેવપીરનું નુતન મંદિર બંધાયેલું છે. મધુવનમાં મહાપ્રભુજીની બેઠક છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ રૂક્ષ્મણીમાં આવેલા કંર્દમકુંડ ઉપર શ્રીમદ્દ ભાગવત પારાયણ તેમજ વ્યાખ્યાન કર્યુ હતું. જયાં પરંપરાથી એમની ભારત વર્ષની ૮૪ બેઠકોમાંની ૬૬ મી બેઠક અહીં છે.  મહાપ્રભુજીની બેઠક નજીક રૂક્ષ્મણી શ્રી કૃષ્ણ લગ્ન માટેની ચોરી છે. માહપરું છે.

માધવપુર  (ઘેડ) પુરાણકાળથી જ ઉત્સવ મેળાઓની ઉલ્લાસભૂમિ છે અહીં અનેક સામાજિક પ્રસંગોએ વિશાળ માનવ સમુદાય ઉમટતો અને લોકોના હૈયાં ઉત્સવધેલાં બને છે. આ ઉત્સવનો લોક મેળો એક બાજુ છે. તો બીજી બાજુ  રામાનુંજ જાદવ, રામાનંદ, કબીર આદિની યાત્રાની સ્મૃતિ જાળવી રાખતા સ્થળો છે. ગોરખનાથની ગુફા વિશે કહેવાય છે કે ત્યાં એમણે તપસ્યા કરેલી બાજુમાં નીલકંઠ મહાદેવનું મંદિર છે. ભગવાન લકુલીશની શૈવ ઉપાસનાની વિશેષતા દર્શાવતું એક શિલ્પ સચવાઇ રહ્યું છે. આમ રામાનુજ, જાદવ, વલ્લભથી માંડી નાથા, કબીર અને સહજાનંદની પરંપરાના અનેક સંત - ભકતોથી આ ભૂમિનું સેવન થયું છે. માધવપુરનો મેળો એટલે અગ્નિની સાક્ષીએ સુખ-દુઃખમાં આજીવન જીવ્વાના બે આત્માઓને લગ્નના પવિત્ર સંબંધથી જોડતો જ્ઞાન, ભકિત કર્મ અને ઉલ્લાસનો મહિમા દર્શાવતો મેળો એ માધવરાયના પરિણય નો મેળો છે.

માધવપુરના મેળામાં ભાર, બારોટને ચારણ કવિઓય આવે છે રાતના લોકવાર્તા અને લોકગીતની રજૂઆત થાય, જુવાનીયાઓ સામસામા દુહાની રમઝટ બોલાવે, 'સાળ પડે બેડો ને શેરડી, કાંઠા ઘઉં કરઠ, રેંટ ખટુકે વાડીએ, ભોંય ધરા સરઠ વસ્તી જયાં બહુ મહેરની', 'નારી પાતળ પેટ, ધી પથ્થર વખાણમાં ભોંય બરડો બેટ, માથે ભલો માળવો, ઉનાળે ગુજરાત ચોમાસે સોરઠ ભલો બરડો બારે માસ....'

ભુતકાળમાં માધવપુરના મેળાની કીર્તિ સાંભળીને પ્રખર લોકસાહિત્ય વિદ અને રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી, ગોકળદાસ રાયચુરા, મેરૂભા ગઢવી જેવા મહાનુભાવો આ મેળો મહાલવા આવી ગયા હતાં.

આ લોકમેળાનો પ્રારંભ ચૈત્રસુદ નોમથી તેરસ સુધી સતત પાંચ દિવસ યોજાય છે. ભગવાન શ્રીરામના પ્રાગટય દિન રામનવમીના પવિત્ર દિવસે મંડપારોપણ થાય છે. ભગવાન શ્રી માધવરાયજી, ત્રીકમરાયજીના મંદિરથી પહેલાં ફુલેકાનો પ્રારંભ રાતરીના નવ કલાકે થઇ છે ચૈત્ર સુદ દસમ તથા અગિયારસના દિવસે બીજું અને ત્રીજું ફુલેકું નીકળે છે. ચૈત્ર સુદ બારસ વિવાહ ઉત્સ્વ તરીકે ઉજવાય છે. જેમાં માધવપુર ઘેડની નજીકના કડછી ગામના કડછા મહેર ધર્મના ઝંડા સાથે શણગારેલા ઊંટ અને ઘોડા પર સવાર થઇને રૂક્ષ્મણીનું મામેરું લઇ આવે છે ત્યારે જ ભર મેળો ગણાય છે.

મધુવનમાં આવેલ મહાપ્રભુજીની બેઠકના સાનિધ્યમાં રૂક્ષ્મણીના માવતર પક્ષની જગ્યા રૂક્ષ્મણી મઠથી બપોરે ૧ર કલાકે ભગવાન શ્રી કૃષ્ણનું સામૈયું કરવામાં આવે છે. ત્યારબાદ સાંજના ચાર કલાકે નીજ મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણનું જાનનું પ્રમાણ થાય છે. શ્રી કૃષ્ણ વરરાજા બને છે. રૂપેણવનમાં જાનનું આગમન થાય છે. વેવાઇઓ દ્વારા જાનનું સ્વાગત થાય છે.

હિન્દુ સમાજમાં થતી લગ્ન વિધી મુજબ કન્યાદાન દેવાય છે મંગળ ફેરા કરે છે. શાસ્ત્રોકતવિધી અને વેદોચ્ચાર મંત્રો સાથે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી સાથે અગ્નિની સાક્ષીએ લગ્નગ્રંથીથી જોડાય છે. લગ્નની ખુશાલીમાં કંસારનો પ્રસાદ વહેંચાય છે.

લગ્નવિધી પૂર્ણ થયા બાદ જાન આખી રાત રૂપેણ વનમાં રોકાય છે. ચૈત્ર સુદ તેરસના દિવસે સવારે કરૂણ વિદાય પ્રસંગ આવે છે. શ્રી કૃષ્ણ વાજતે ગાજતે પરણીને બપોરના ત્રણ કલાકે નીજ મંદિરમાં પધારે છે. તે સાથે માધવપુરના મેળાની પુર્ણાહૂતિ થાય છે.

માધવપુરનો મેળો રામનવમીથી શરૂ થાય પણ અગિયારસની રાતે પુર બહારમાં ખીલે છે. અને ભરમેળો કરે છે. વર્તમાન યુગમાં મોટર મોટર સાયકલો, બસો અને ટ્રેકટરો જેવા વાહનો આવ્યાં તે પહેલાં ખેતી કરનારી તમામ કોમોના લોકો ગાડા જોડીને સહકુટુંબ માધવપુરનો મેળો માણવાને શ્રી કૃષ્ણને પરણાવવા દોઢસો બસો ગાડા જોડી ત્રણ - ત્રણ દિવસનાં ભાતા પોતે લઇને મેળામાં આવતા ગામના પાદરથી લઇને સીમાડા સુધી રાવટીઓ નંખાઇ જતી જૂના

માધવપુરનો મેળો રામનવમીથી શરૂ થાય પણ અગિયારસની રાતે પુર બહારમાં ખીલે છે. અને ભરમેળો કરે છે. વર્તમાન યુગમાં મોટર મોટર સાયકલો, બસો અને ટ્રેકટરો જેવા વાહનો આવ્યાં તે પહેલાં ખેતી કરનારી તમામ કોમોના લોકો ગાડા જોડીને સહકુટુંબ માધવપુરનો મેળો માણવાને શ્રી કૃષ્ણને પરણાવવા દોઢસો બસો ગાડા જોડી ત્રણ - ત્રણ દિવસનાં ભાતા પોતે લઇને મેળામાં આવતા ગામના પાદરથી લઇને સીમાડા સુધી રાવટીઓ નંખાઇ જતી જૂના કાળે મેળામાં લોકમનો રંજન કરાવનારા મદારી આવતા રાવણ હથ્થાવાળાય આવતા ગાડાની સાથે લોકો પોતાના પાણીદાર શણગારેલા અશ્વો અને ઊંટો લઇને પણ મેળો માણવા ઉમટી પડતા.

મેદાનમાં ઉંટ અને અશ્વ દોડની હરિફાઇઓ થતી જાનવરોના પાણી મયાતા જોરાવસિંહ જાદવના સૌરાષ્ટ્રનું સંસ્કૃતિ દર્શનમાં માધવપુર ઘેડનો લોકિયો મેળો એ શીર્ષક તળે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્નની તલસ્પર્શી વાતો આલેખી છે.

લગ્નના દિવસે જે રથમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે તે પ્રાચીન રથ પણ કાષ્ઠકલાના ઉત્તમ નમુનારૂપ જોવા જેવંુ નજરાણું છે વર્ષે પહેલાં આ રથ બદલીને નકલી રથ મૂકી દેવાયો હતો અને અસલી રથ કાનૂની પ્રક્રિયા બાદ પરત મળ્યો તેની કથા પણ રસપ્રદ છે. લગ્ન સમયે આ રથ દોડાવવામાં આવે છે.

શ્રી રજનીશ ઓશો મેડીટેશન સેન્ટર (અધ્યાત્મકેન્દ્ર) પૈકીનું એક કેન્દ્ર અહીં આવેલ છે. અહીં સ્વામી બ્રહ્મ વેદાંત દ્વારા પ્રવૃતિઓ ધમધમે છે. દિવાળી પછી ભાઇ-બીજના દિવસે અહીંં સમુદ્ર સ્નાન કરવા બહેનો અને ભાઇઓ આવે છે. ભાઇઓ બહેનને સ્નાન કરાવીને તેને ભેટ-બક્ષીસ આપે છે. બહેન પણ સ્નાન કરીને ભાઇના દીર્ઘાયુષ્ય અને સુખી જીવનની મંગળ પ્રાર્થના કરે છે ભાઇ બીજના દિવસે ભાઇ-બહેનોના પવિત્ર બંધન ને અનુરૂપ સમુદ્ર સ્નાનનો મહિમા પ્રચલિત છે. દીવાળીની રજાઓમાં સહેલાણીઓ પણ અહીં મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અહીં વિવીધ પ્રકારના કાચબાની પ્રજાતિઓ જોવા મળે છે આ કેન્દ્ર બીચ નજીક હાઇવે પર જ આવેલ છે. કાચબીઓ ઇંડા છોડીને જતી રહે પછી તેને અહીં સેવવામાં આવે છે. મરીન નેશનલ પાર્કનું આ કાચબા ઉછેર કેન્દ્ર પણ અભ્યાસુઓ અને પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. માધવપુરનો દરિયા કિનારો સહેલાણીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. આ બીચ પર સાંજે આથમના સૂર્યને જોવો તે એક આહુલાદક આનંદ છે. ભવ્ય ચોપાટી, સરકણી રેતી, અને શિવલીંગની સાથે સાથે બાળ ક્રિડાંગણ અને શાંત સમુદ્ર કાંઠે શીતલ અનુભુતિ સાથે સહેલાણીઓ અહીં રોમાંચ અનુભવે છે.

પ્રાચીન મંદિરને અડીને જ નવું મંદિર છે. માધવપરાયજીનું આ નવું મંદિર સતરમી સદીમાં પોરબંદરના રાણા વિક્રમાતજી અને રૂપાળીબા એ બંધાવ્યું હોવાનું મનાય છે. નવા મંદિરમાં જૂના મંદિરની પરતિમાઓનું જ પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના બહારવટીયા મુળ, માણેક અને જોધા માણેક અહીં આવીને પ્રાચીન મંદિર પર ધ્વજારોહણ પણ કર્યાની લોકવાયકા પ્રચલિત છે મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત પ્રતિવર્ષ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગનું સફળ આયોજન કરે છે.

માધવરાય મંદિરની વિશેષતા એ છે કે અહીં બે પ્રતિમા છે સામાન્ય રીતે ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપમાં બે હાથ ઉપર અને બે હાથ નીચે હોય છે અને શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા હોય છે અભ્યાસુઓના મતે કદાચ આ એક જ મંદિર એવું હશે જયાં ભગવાનના ત્રણ હાથ ઉપર છે આ બાબતે પણ ધર્મ અને ઇતિહાસના અભ્યાસુઓ વિવિધ તર્કબધ્ધ મનો વ્યકત કરતા હોય છે. જેથી અભ્યાસુઓ માટે પણ આ પ્રતિમાઓ આકર્ષણનો વિષય છે. સ્થાનીક લોકો કહે છે કે આ મૂર્તિઓ જૂદા જૂદા પ્રસંગોએ જુદા જુદા રંગોમાં દૈદ્રિષ્યમાન થાય છે. શ્રધ્ધાળુઓ અને સંશોધકો માટે આ મૂર્તિઓનું સ્વરૂપ નિહાળવું એ એક અમૂલય પ્રસંગ અને લ્હાવો ગણાય છે. અહીં વૈષ્ણવ પધ્ધતિથી ભગવાનની સેવા નિયમિત રીતે થાય છે. અર્વાચીન મંદિર પણ અનેરા આકર્ષણનું પ્રતિક છે.

માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણીક મંદિર આવેલું છે આ ભગ્ન મંદિર સોલંકી ઢબનું બારમી સદીનું ગણાય છે ઉત્તમ શિલ્પ સ્થાપન્યથી મઢેલું આ મંદિર પ્રાચીનતાએ અને કલા સમૃધ્ધિથી ભરેલું છે અને નયનાકર્ષક છે. સમુદ્ર કિનારાની રેતીથી અડધું દટાયેલું આ મંદિર પ્રાચીન ઇતિહાસને જાળવીને બેઠું છે. મંદિરનું શીખર વર્તુળાકાર છે ઉત્પનન દરમિયાન મંદિર સંકુલનો મહત્વનો નીચેનો  ભાગ દટાયેલો મળી આવ્યો હતો તેની આસપાસ જીર્ણવાવ સપ્ત માતૃકા અને અન્ય મંદિરોના ભગ્નાવશેષો પણ મળી આવ્યા  હતાં. આ મંદિરના ૧૬ થાંભલા અને તેને આધારિત સિંહ મંડપ છે. આ મંદિર પુરાતત્વના અવશેષરૂપે સાચાવવામાં આવેલું અદ્ભુત શિલ્પ-સ્થાપત્ય-કલાત્મક કોતરણી અને પ્રાચીનતા કોઇ પણ અભ્યાસુ મનોવૃત્તિના દર્શકને રોમાચિંત કરે તેવી અને સૌને જોવી ગમે છે. પરંતુ આ મંદિરનો વિકાસ થયો નથી. અને જર્જરીત બની ગયેલ આ મંદિર પુરાતત્વ ખાતા હસ્તકનું હોવાથી તેની જાળવણી માટે પણ તંત્ર ગંભીર નથી.

પરિવાર સાથે કે ગ્રુપ સાથે ફરવા નીકળ્યા હોઇ એ કે શાળા-કોલેજ કે  વ્યાવસયિક ટુર હોય અહીં અબાલ-વૃધ્ધ અને જુદી જુદી રૂચિ ધરાવતી વ્યકિતઓને તમામને મજા આવે અને જ્ઞાનવૃધ્ધિ થાય તેવું બધું જ એકી સાથે માધવપુર (ઘેડ) માં છે ઇતિહાસવિદો, અભ્યાસુઓ તથા પ્રચાર-પ્રસાર માધ્યમોને પણ અહીંથી રસપ્રદ અને વિવેચનાત્મક માહિતી સાદેશ્ય મળી શકે છે પરંતુ અહીંયા સુવિધામાં નહીં હોવાથી પ્રવાસીઓ હેરાન થતા હોય તેવું જણાય રહ્યું છે. બહારથી આવતા પ્રવાસીઓને અનેક અગવડતાઓનો અનુભવ થાય છે.

ભગવાન શ્રી કૃષ્ણ સૌરાષ્ટ્રની ભૂમિમાં અમસ્તા ભુલા નહોતાં પડયા. સોરઠની પ્રજાના નિર્મળહૃદયનો પારદર્શક પ્રેમ અને ભકિતભાવ ભાળી જાણી જોઇને ભૂલા પડયા હતાં. અને રૂક્ષ્મણી સોથ લગ્ન કરીને સોરઠની ધરતી ધન્ય બનાવી હતી આ પણા સુપ્રસિધ્ધ કવિ રમેશ પારેખે કહ્યું છે કે

આ મન પાંચમના મેળામાં,

સૌ જાત લઇ ને આવ્યા છે,

કોઇ આવ્યા છે સપનું લઇને

કોઇ રાત લઇ ને આવ્યા છે

આમ, આ ભાતીગળ મેળામાં દિવ્ય પ્રેમ અને અલૌકિક સ્મૃતિઓનો આનંદ -ઉલ્લાસ લઇ પોત પોતાના વતનની વાટે વળે છે.

- ડો. ઇશ્વરભાઇ ભરડા

જલધિ

ર૦૮ નવયુગ હાઉસીંગ કોલોની

ત્રણ માળીયા પાછળ

બિરલા રોડ,

પોરબંદર - ૩૬૦પ૭૬

(1:08 pm IST)
  • ગાજામાં ફિલિસ્તાની વડાપ્રધાનના કાફલા ઉપર હુમલોઃ૬ સુરક્ષાકર્મી ઘાયલ :ગાજામાં ફિલિસ્તાનના વડાપ્રધાન રમી હમદુલ્લાહના કાફલાને નિશાનો બનાવી કરેલ હુમલામાં ૬ સુરક્ષાકર્મી ઘાયલ : ત્રણ વાહનનોને નુકશાન : જો કે હમદુલ્લાહને આ હુમલાથી ઈજા થઈ નથી, પરંતુ ફિલિસ્તાને આ હુમલાને હત્યાની કોશિશનો કરાર આપ્યો : ફિલિસ્તાનના ગાજા અને વેસ્ટ બેન્ક વિસ્તારમાં જુદા-જુદા ગુટોનું શાસન છે access_time 4:19 pm IST

  • AICC તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરમાં નવા પ્રદેશ ડેલીગેટ તરીકે મહેશ રાજપૂત તથા રાજકોટ જીલ્લામાં નવા પ્રદેશ ડેલીગેટ તરીકે  અજુનભાઈ ખાટરીયા ગામ રામોદ, સુરેશ બથવાર ગામ રાજકોટ, ગંગદાશભાઈ બી ડોડીયા ગામ પડધરી, લાખાભાઈ ડાંગર ગામ ઉપલેટા, દીપકભાઈ વેકરીયા (ડી.કે) ગામ જેતપુર, શૈલે દેવેન્દ્ર ભાઈ ધામી ગામ રાજકોટ, દિનેશભાઈ મકવાણા ગામ રાજકોટ, દિનેશભાઈ ચોવટીયા ગામ રાજકોટ, શહેનાઝબેન બાબી ગામ જેતપુર ની નીમણૂંક કરવામાં આવેલ છે access_time 2:14 am IST

  • રાજકોટ રાધામીરાં પાર્કમાં ડિમોલશન મામલે માથાકૂટ:મહિલાઓ અને પોલીસ વચ્ચે પથ્થરમારા ના દ્રશ્યો:બપોરે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું: ડીમોલેશન સમયે સામસામે પથ્થરમારો થયો:મહિલાઓએ કર્યા ઇંટના છુટા ઘા તો પોલીસે પણ ઇટ નો જવાબ પથ્થરથી આપ્યો access_time 1:06 am IST