Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

કચ્‍છના ભચાઉ ભાજપ પ્રમુખ ઉમિયાશંકર જોશીનો પુત્ર અભિષેક બેગમાં સંતાડેલ દારૂ સાથે ઝડપાયો

ભચાઉઃ ભચાઉ શહેર ભાજપ પ્રમુખનો પુત્ર રેલવે સ્ટેશને દારૂ સાથે ઝડપાઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રેલવે સ્ટેશન પર કચ્છ એક્સ્પ્રેસ ટ્રેન આવી પહોચતાં રેલવે પીએસઆઈ સી. એસ. સોંદરવા તેમજ સ્ટાફ દ્વારા મુસાફરોના માલ સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન ભચાઉ શહેર ભાજપ પ્રમુખ ઉમિયાશંકર જોષીનો પુત્ર અભિષેક ઉમિયાશંકર જોષી (રહે, ભચાઉ ) પાસે રહેલા વીઆઈપી બેગ અંગે શંકા જતાં પોલીસે તેને રોકાવી સઘન તપાસ કરી હતી.

અભિષેકના સામાનની ચકાસણી દરમિયાન થેલા તેમજ ટ્રોલી બેગમાંથી અંગ્રેજી દારૃની નાની મોટી ૩પ૪ બોટલ તેમજ બિયરના 96 ટીન મળી રૃપિયા 45300 નો જથ્થો મળી આવ્યો હતો. પરિણામે પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, રોકડ, બેગ વગેરે મળી રૃપિયા 48,700 નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. ત્યારબાદ અભિષેક સામે ગુનો નોંધી રેલવે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ અંગે પીએસઆઈ સી. એસ. સોંદરવાએ જણાવ્યું હતું કે, આરોપીએ દારૃ મુંબઈથી લાવ્યાનું અનુમાન લગાડવામા આવી રહ્યું છે, પરંતુ અહીં કોને આપવાનો હતો? સહિતના મુદ્દે તેના રિમાંડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીધામ રેલવે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતંુ કે, આરોપી પાસે ઓનલાઈન ટિકિટ હતી, પરંતુ મોબાઈલ તૂટી ગયો હોવાથી ટિકિટની વિગતો જાણી ન શકાઈ હોવાનું સૂત્રોએ જણાવીને અભિષેક પાસે ભચાઉની ટિકિટ હોવા છતાં ગાંધીધામ ઉતર્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતંુ.પરિણામે રેલવે પોલીસ તેની સામે દંડાત્મક કાર્યવાહી કરશે કે કેમ ? તેવો સવાલ લોકોમાંથી ઉઠી રહ્યો છે.

ગાંધીધામ રેલવે પીએસઆઈએ જણાવ્યું હતંુ કે, આજે સવારે ચેકિંગ દરમિયાન અભિષેક પાસે ૩ થેલા, ટ્રોલી બેગ સહિતનો સરસામાન નજરે પડયો હતો. પરિણામે એક વ્યક્તિ પાસે આટલો સામાન ઊંચકવો અશક્ય હોવાનું અનુમાન લગાડીને તેના સામાનની તપાસ કરતાં દારૃનો જથ્થો મળી આવ્યો હતો.

(10:44 am IST)