Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ઠંડી મેં ગરમી કા અહેસાસઃ પારો ઉંચો ચડે છે !

આજે બીજા દી'એ પણ ઠંડકના અનુભવાઇઃ મોડી રાત્રીના અને વહેલી સવારે સામાન્ય ઠંડક

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંં ઠંડીમાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આજે સતત બીજા દિવસે લઘુતમ તાપમાનનો પારો ઉંચો ચડતા  ઠંડકનો અનુભવ થયો ન હતો.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીનો ચમકારો અનુભવાય છે.

આજે કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી રાજકોટમાં ૧૭.ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ સહિત સોરઠમાં સવારથી અગ્નિવર્ષાઃ લઘુતમ તાપમાન ર૧.૬ ડિગ્રી થતા ગરમી વધી

જુનાગઢ : જુનાગઢ સહિત સોરઠમાં આજે સવારથી જ અગ્નિવર્ષા શરૂ થઇ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

જુનાગઢ ખાતે ગઇકાલે લઘુતમ તાપમાન ૧૮.૪ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો ઉપર ચડીને ર૧.૬ ડિગ્રી થઇ જતા ગરમીમાં ધરખમ વધારો થયો છે.

તો બીજી બાજુ ઠંડી નહિવત થઇ ગઇ છે. ગિરનાર પર્વતનું હવમાન વધીને ૧૬.૬ ડિગ્રી થઇ ગયુંછે.

આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૪૬ ટકા રહેતા ગરમીનું પ્રમાણ વધ્યું હતું. પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૮ કિ.મી.ની રહી છે.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ૩ર મહત્તમ ૧૬ લઘુતમ ૮પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩ કિ.મી. પ્રતિ કલાક પવનની ગતી રહી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુતમ તાપમાન

નલીયા

૧૪.૦ ડીગ્રી

ભુજ

૧પ.૮ ''

જામનગર

૧૬.૦ ''

ગિરનાર પર્વત

૧૬.૬ ''

રાજકોટ

૧૭.ર ''

કેશોદ

૧.૪ ''

ન્યુ કંડલા

૧૮. ૧ ''

કંડલાએરપોર્ટ

૧૮.૬ ''

ભાવનગર

૧૯.૦ ''

પોરબંદર

૧૯.ર ''

વેરાવળ

ર૧.૧ ''

જુનાગઢ

ર૧.૬ ''

૪ મહાનગરો

વડોદરા

૧૭.૦ ડીગ્રી

ગાંધીનગર

૧૭.પ ''

અમદાવાદ

૧૮.પ ''

સુરત

ર૦.ર ''

ગુજરાત

ડીસા

૧૬.૭ ડીગ્રી

મહુવા

૧૭.પ ''

દીવ

૧૮.૬ ''

(11:40 am IST)