Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ભાવનગરની કોલેજે વોલીબોલ ટુર્નામેન્ટમાં ઇનામ મેળવ્યું

ભાવનગર તા.૧૪ : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વોલીબોલની ટીમે ગુજરાત કોલેજ સ્પોર્ટસ લીગ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ઝોન માટે ગીર સોમનાથ ખાતે યોજાયેલ.

જેમા નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી કુ. જેઠવા પ્રજ્ઞા, ચૌહાણ તુલસી, ડાભી શિલા, ડાભી સપના, ચૌહાણ પાયલ, મકવાણા પાયલ એ ઉત્કર્ષ પ્રદર્શન કરી સૌરાષ્ટ્ર ઝોનમાં રનર્સઅપ બની ૭૫૦૦૦નુ ઇનામ મેળવી રાજયકક્ષા માટે પસંદગી પામી હતી.આ વોલીબોલની ટીમને કોલેજની પીટીઆઇ કમલેશ ડોડીયા, ભરત મકવાણા, અસ્મિતા જેઠવાએ માર્ગદર્શન આપ્યુ હતુ ઉલ્લેખનીય છે કે ગત વર્ષ પણ નંદકુવરબા મહિલા કોલેજની વોલીબોલની ટીમે રાજયકક્ષાએ રનર્સઅપ બની ૩,૫૦,૦૦૦ નુ ઇનામ પ્રાપ્ત કર્યુ હતુ. ટીમની સિધ્ધી બદલ કોલેજમાં મે.ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ, મે.ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા.

(11:27 am IST)