Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

મોરબીમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ લગ્ન પૂર્વે દુલ્હને વૃક્ષારોપણ કર્યું

મોરબી,તા.૧૪: હાલ વિશ્વ જયારે ગ્લોબલ વોમીંગની વ્યાપક અસરો નિહાળી રહ્યું છે અને વૃક્ષારોપણ માટે વિવિધ સંસ્થાઓ પ્રેરણા પૂરી પાડી આવી પ્રવૃતિને વેગવંતી બનાવી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ વૃક્ષારોપણ અંગે જાગૃતિ જોવા મળી રહી છે તાજેતરમાં એક દીકરીએ લગ્ન પૂર્વે વૃક્ષારોપણ કરીને સામાજિક જવાબદારી નિભાવી સમાજને સંદેશ આપ્યો હતો.

મોરબીના શનાળા રોડ પર શ્રી હરી હાઈટ્સ એપાર્ટમેન્ટના રહેવાસી અવનીબેન પ્રવીણભાઈ અદ્યારાના શુભ લગ્ન લેવાયા હોય અને તાજેતરમાં હલ્દીની રસમ ધામધૂમથી ઉજવી હતી ત્યારે દુલ્હન અવની અદ્યારા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું લગ્નપ્રસંગના માહોલ વચ્ચે દુલ્હને વૃક્ષારોપણ માટે સમય ફાળવીને સમાજને નવી રાહ ચીંધી છે તેમજ લોકોને પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવા અપીલ કરી છે. તસ્વીરમાં દુલ્હન વૃક્ષારોપણ કરતા નજરે પડે છે.(

(10:08 am IST)
  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે " છોટા મફલરમેન " હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST

  • ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રાઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકી : આશ્વાસન છતાં ૩ દિવસ વિત્યાઃ નિર્ણય નહિ લેવાય તો પદયાત્રા કરીશઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની સરકારને ચીમકીઃ સરકાર સામે ભાજપ નેતાએ બાયો ચઢાવીઃ ૪૮ કલાકમાં LRD પરિપત્ર રદ કરો. access_time 1:02 pm IST