Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

કાલે વાંકાનેરમાં ભરવાડ સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવઃ ૬૬ નવદંપતી પ્રભુતામાં પગલા પાડશે

વાંકાનેર તા.૧૪: શ્રી ગોૈપાલક સમુહ લગ્ન સમિતિના પ્રમુખ હીરાભાઇ બાંભવા એ જણાવેલ કે શ્રી મચ્છો માતાજીના આશિર્વાદ અને જ્ઞાતિના સહયોગથી વાંકાનેરનાં આંગણે મીલ પ્લોટમાં મચ્છો માતાજીનાં સાનિધ્યમાં કાલે તા. ૧૫ને શુક્રવારે નવમો સમુહલગ્નોત્સવ વૈદિક મંત્રોચ્ચાર અને અગ્નિદેવતાની સાક્ષીએ યોજાશે.

સવારે ૬ વાગ્યાથી જુદા જુદા ગામથી જાનૈયાઓ જાન લઇને વાંકાનેર પધારશે ત્યારબાદ સમુહલગ્ન વિધી. હસ્તમેળાપ સહિતના પાવન કાર્યો બાદ સવા અગિયાર વાગ્યે સત્કાર સમારંભ યોજાશે. આ સમુહલગ્ન પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂ પ.પૂ.ધ.ધૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામપુરી બાપુ ગુરૂ શિવપુરી બાપુ ગામ થરા ખાસ ઉપસ્થિત રહેશે અને દીપ પ્રાગટય તેમજ નવદંપતીઓને આશિર્વાદ આપશે. આ પ્રસંગમાં વાંકાનેર, દ્વારકા, દુધરેજ, જૂનાગઢ, વસુંધરા વિગેરે ગામથી પણ ધાર્મિક સ્થળના સંતો, મહંતો પધારશે. આ ઉપરાંત ધાર્મિક, સામાજીક, સેવાકીય અને રાજકીય ક્ષેત્રે જોડાયેલા સમાજના અને ઇતર સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશિર્વાદ આપશે તા. ૧૫મીએ રાત્રે મંદિરના પટાંગણમાં ભવ્ય લોક ડાયરો પણ યોજાશે જેમાં રાજકોટના નિલેશભાઇ સોરીયા, સુરેન્દ્રનગરના નિતાબેન કાટોળીયા સહિતના કલાકારો ભજનની રમઝટ બોલાવશે.(૧.૯)

 

(11:48 am IST)