Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

પોરબંદરમાં આવતીકાલે કોળી સમાજના ઇષ્‍ટદેવ માંધાતા પ્રાગટય ઉત્‍સવ

પોરબંદર, તા.૧૩: ગુજરાત સમસ્‍ત કોળી સમાજ માંધાતા ગ્રૃપ ગુજરાતના ઉપક્રમે અને પોરબંદર જિલ્લા સમસ્‍ત કોળી સમાજ દ્વારા તા.૧૪ ગુરૂવારે મકરસંક્રાંતિ પર્વે પોરબંદર જિલ્લા રાણાવાવ તાલુકાના આદિત્‍યાણા ગામે શ્રી ઘેડીયા કોળી સમાજની વંડી ખાતે સવારે ૯ થી બપોરે ૧૨ સુધી કોળી સમાજના ઇષ્‍ટદેવ શ્રી માંધાતા પ્રાગટય ઉત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

વાલ્‍મીકી ઋષિ એવા રચિત રામાયણના પિતાના કુખે જન્‍મેલા (સ્‍ત્રીના પેટે નહિ) ઇન્‍દ્રની આંગળી ચુસીને દુધનું રસપાન કરનારા અયોધ્‍યાના ચક્રવર્તી સમ્રાટ સૂર્યવંશી શ્રી માંધાતા હતા ગુજરાત સીહત પ્રતિવર્ષ દેશ-વિદેશમાં મકરસંક્રાંતના દિને કોળી સમાજના ઇષ્‍ટદેવનો પ્રાગટય મહોત્‍સવ ઉજવાય છે. કોરોના મહામારીને લીધે આ વખતે ઉત્‍સવનું સાદગીપુર્ણ ઉજવવાનું હોય સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણે માસ્‍ક, સેનેટાઇજ અને સોસ્‍યલ ડિસ્‍ટન્‍સ જાળવીને ઉપસ્‍થિત રહેવા ગુજરાત રાજય માંધાતા ગ્રૃપ સંસ્‍થાના પોરબંદર જિલ્લા પ્રમુખ શ્રી બારૈયા ચંદુભાઇ ગાંગાભાઇ દ્વારા નિમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવેલ છે

(1:22 pm IST)
  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST

  • સીબીઆઈના ઓફિસરો ઉપર ખુદ CBI તૂટી પડી : સીબીઆઈ ઓફિસરો ઉપર સંખ્યાબંધ જગ્યાએ સીબીઆઈએ ખુદે દરોડા પાડયાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વિગતો સત્તાવાર મેળવાઈ રહી છે. access_time 4:19 pm IST

  • આગામી શુક્રવાર તા, 15ના રોજ કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં કેબીસી કર્મવીર તરીકે કચ્છના હસ્તકલાકાર પાબીબહેન રબારી આવવાના છે,તેઓ પાબીબહેન પર્સવાળા તરીકે પણ જાણીતા છે,કચ્છનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ઝળકશે access_time 12:52 am IST