Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મોરબીનીલખધીરપુર રોડ કેનાલમાં ડૂબી જતા જુનાગઢના યુવાનનું મોત

 મોરબી,તા.૧૩ : મોરબીના લખધીરપુર રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતા જુનાગઢના વતની યુવાનનું મોત થયું છે.

કેનાલમાં યુવાન ડૂબ્‍યાની જાણ કરવામાં આવતા મોરબી ફાયર ટીમના તરવૈયાઓ પ્રીતેશ નગવાડિયા, વસંત પરમાર, પેથાભાઈ મોરવાડિયા,દિનેશ પડાયા, સલીમ નોબે, હિતેશ દવે સહિતની ટીમ દોડી ગઈ હતી અને  શોધખોળ ચલાવી હતી જોકે યુવાનનો મળતદેહ રેક્‍સ્‍યું ટીમને હાથ લાગ્‍યો હતો મળતક યુવાન શ્‍યામ સંજયભાઈ મકવાણા (ઉ.વ.૨૦) મૂળ મેસ્‍વાણ જુનાગઢ જીલ્લાનો વતની હોવાનું જાણવા મળ્‍યું છે તો તાલુકા પોલીસે મળતદેહ પીએમ અર્થે હોસ્‍પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

 ગાળો બોલવામામલે મહિલા સહીત બે શખ્‍શોને માર માર્યો

 મોરબીના પાડા પુલ નીચે રહેતા રાયધનભાઈ બાધુભાઈ સાડમીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે આરોપી રાજુભાઈ અજમલભાઈ વાઘેલા અને ઘોઘાભાઇ ગલસિંગભાઈ વાઘેલા રહે બંને પાડા પુલ નીચે વાળા ગાળો બોલતા હોય જેથી ગાળો બોલવાની ના પાડતા બંને ઇસમો ઉશ્‍કેરાઈ જઈને ગાળો આપી ઢીકા પાટું માર મારી લોખંડ પાઈપ વડે ઈજા કરી તેમજ મીનાબેન વચ્‍ચે પડતા માથાના ભાગે ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે 

 મકનસરગામે દારૂ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકનસર ગામની સીમમાંથી પસાર થતા મોટરસાયકલ જીજે ૩૬ એએ ૧૦૮૫ ને રોકી તલાશી લેતા દેશી દારૂ લીટર ૭૦ કીમત રૂ ૧૪૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દેશી દારૂ અને બાઈક સહીત રૂ ૨૧,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી રૈયા ગોવિંદ ડાભી (ઉ.વ.૨૩) રહે વીરપર તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે 

રંગપર ગામની સીમમાંથી દેશીદારૂ સાથે બે ઝડપાયા

તાલુકા પોલીસ પેટ્રોલીગમાં હોય દરમિયાન રંગપર ગામની સીમમાં આરોપી અમિત વસાણી રહે-મોકાસર જી. સુરેન્‍દ્રનગર તથા આરોપી -ફુલ વિરમગામા રહે-ઢેઢુંકી તા.સાયલા વાળા પોતાના હવાલા વાળી બોલેરો પીકઅપ જીજે ૧૨ એડબ્‍લ્‍યુ ૨૯૦૦ કીમત રૂ.૪,૦૦,૦૦૦ વાળીમાં આરોપી જીગ્નેશ ઉર્ફે ડાકુ કાળુભાઈ પાસેથી દેશી દારૂ લી.૧૭૫૦ કીમત રૂ.૩૫૦૦૦ વેચાણ કરવાના ઈરાદે ભરી લઇ જતા તાલુકા પોલીસે દેશી દારૂના જથ્‍થા સાથે  ઝડપી પાડી દેશી દારૂનો જથ્‍થો તથા બોલરો કાર જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો અન્‍ય આરપી જીગ્નેશ ઉર્ફે ડાકુ કાળુભાઈનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છ.

(1:19 pm IST)
  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST

  • સીબીઆઈના ઓફિસરો ઉપર ખુદ CBI તૂટી પડી : સીબીઆઈ ઓફિસરો ઉપર સંખ્યાબંધ જગ્યાએ સીબીઆઈએ ખુદે દરોડા પાડયાના અહેવાલ મળી રહ્યા છે. ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ વિગતો સત્તાવાર મેળવાઈ રહી છે. access_time 4:19 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST