Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મોરબીના અમરેલી પાસેથી આર.આર.સેલે કફ શિરપ નીચે છુપાવેલો ૮.૮૦ લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

       મોરબી: વિધાનસભા ચુંટણીઓ સૌરાષ્ટ્રમાં પૂરી થતા ની સાથે જ જુદી જુદી જગ્યાએ લગાવેલી  ચેકપોસ્ટ પરની કામગીરી બધ થતા બુટલેગરો ફરી જાણે સક્રિય બન્યા હોય અને દારૂની હેરાફેરી શરુ કરી હોય ત્યારે આજે મોરબીના અમરેલી પાસેથી આઈશરમાં દવાના જથ્થા નીચે છુપાવેલો દારૂનો જથ્થો આર આર સેલની ટીમે ઝડપીને ૨૭ લાખથી વધુનો દારૂના જથ્થા સાથે ૧ આરોપીને જડપી લીધો હતો

        બનાવની મળતી વિગત મુજબ મોરબીના અમરેલી પાસેથી વાહનમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની માહિતીના ને આધારે આર.આર.સેલ પી.એસ.આઈ કૃણાલ પટેલ અને તેની  ટીમે ગોઠવેલી વોચમાં પસાર થતા આઈશર ટ્રકને રોકી ને ચેક કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આઈશર ટ્રકમાં ભરેલી કફ શિરપ દવાના કાર્ટુન નીચે છુપાવેલો  ૨૩૭૬ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જેને પગલે આર આર સેલની ટીમે ૮,૮૦,૦૦૦ નો દારૂનો જથ્થોપાંચ લાખની આઈશર ટ્રક તેમજ ૧૩,૯૧,૦૦૦ ની કીમતની કફ શિરપ સહિતની દવાનો જથ્થો અને મોબાઈલ મળીને મળીને ૨૭,૭૩,૩૪૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો. અને ટ્રકમાં સવાર ડ્રાઈવર પવનકુમાર મુકેશચંદ્ર કિશનચંદ્ર ભારદ્વાજ રહે. હરિયાણાવાળાને જડપી લીધો હતો જયારે દારૂની હેરાફેરીમાં આઈશરના માલિક ભુરસીંગ ઓમપ્રકાશ રહે. હરિયાણા અને મીનું ઉર્ફે જે ભગવાન બ્રાહ્મણ રહે. હિસ્સાર હરિયાણા વાળાના નામ ખુલતા તેને ઝડપી લેવા પોલીસે ચકો ગતિમાન કર્યા છે આ દારૂનો જથ્થો ક્યાં જતો હતો અને કેટલા સમયથી હેરાફેરી થતી હતી તે અગેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે ત્યારે સ્થાનિક પોલીસ ની ઉઘતી રાખી આર.આર.સેલ આટલો મોટો દારૂનો જથ્થો જપ્ત કરતા અનેક તર્ક વિતર્ક સર્જાય રહ્યા છે

(10:08 pm IST)