Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મોરબીના સિરામિક ઉદ્યોગપતિના પુત્રના અપહરણ કેસમાં પોલીસની ટીમે ચલાવેલી સઘન તપાસને પગલે અગાઉ બે આરોપી ઝડપાયા બાદ વધુ એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.

       મોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગપતિ જીગ્નેશભાઈ પટેલના સાત વર્ષના પુત્ર દેવનું ઘરના દરવાજા પાસેથી જ અપહરણ કરવાના કેસમાં પોલીસે બાળકનો છુટકારો કરાવીને આરોપી શની તીર્થ દેવનાની અને સુધીર દયારામ ચોરસિયા રહે. બંને એમપી વાળાને દબોચી લેવામાં આવ્યા છે જયારે અપહરણનો પ્લાન ઘડનાર વિજય મહાદેવ પટેલ રહે. ગંગા દર્શન એપાર્ટમેન્ટ, મોરબી, કુલદીપસિંહ ઉર્ફે પ્રદીપસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. વાઘરવા તા. માળિયા, વિજ્યવાન ગુર્જર રહે. રાજસ્થાન અને આદિત્ય પ્રજાપતિ ઉર્ફે સ્વામીના નામો ખુલ્યા છે  ત્યારે ઝડપાયેલા બંને આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવતા તેને ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન બંને આરોપીની પૂછપરછ કરીને અન્ય આરોપીનું પગેરૂ મેળવવામાં આવ્યું હતું જેમાં ફરાર ચાર આરોપી પૈકીના અજયભાઈ ઉર્ફે જીગ્નેશ ઉર્ફે આદિત્ય સ્વામીનારાયણ જગદીશભાઈ ચરોતરા જાતે પ્રજાપતિ (ઉ.વ.૨૨) રહે. મૂળ બોટાદવાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. જે આરોપી પાસેથી એલસીબી ટીમે એક મોબાઈલ, એક મોટરસાયકલ અને મોબાઈલના ૨ સીમકાર્ડ તથા સિક્યુરીટી આઈ કાર્ડ મળી કુલ ૨૧,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. અને વધુ પૂછપરછ ચલાવી છે.

(10:07 pm IST)