Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મોરબીના ખીરસરા ગામ પાસે કાર માઇલ સ્ટોન સાથે અથડાતા પલ્ટી ગઇઃ ૩ યુવકોના મોત

મોરબીઃ મોરબી નજીકના ખીરસરા ગામ પાસે આજે સાંજે કાર માઇલ સ્ટોન સાથે અથડાતા પલ્ટી મારી જતા ૩ યુવકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ મોરબીમાં આવેલ જોન્સ નગરમાં રહેતા પાંચ યુવકો કારમાં વર્ષા મેડી-ઝીંઝુડા જઇ રહયા હતા. ત્યારે ખીરસરાના પાટીયા પાસે પુરઝડપે ચાલી રહેલ કાર માઇલ સ્ટોન સાથે રોડ ઉપર ટકરાઇ હતી અને કાર પલ્ટી મારી ગઇ હતી. જેમાં ૩ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જયારે ર યુવકોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવની જાણ થતા માળીયા મિંયાણા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતકોની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.

(12:31 am IST)