Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ધોરાજીનાં છાડવાવદરમાં દૂધમાં ભેળસેળ થયાનું ખુલ્યું: વિરા ગઢવીની ધરપકડ

ધોરાજીઃ દૂધમાં ભેળસેળ થયાનું ખુલતા જે તે સમયે તે જથ્થો સીઝ કરીને સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા (તસ્વીરઃ કિશોર રાઠોડ-ધોરાજી)

ધોરાજી, તા. ૧૩ :. ધોરાજી તાલુકાના છાડવાવદરમાં ૪ મહિના પહેલા દૂધમાં ભેળસેળ કરાતુ હોવાની બાતમી બાદ દરોડો પાડવામાં આવતા પોલીસે આ જથ્થો સીઝ કરીને લેબોરેટરીમાં મોકલાયા બાદ દૂધમાં ભેળસેળ થયાનું ખુલતા પાટણવાવ પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ તા. ૫-૮-૧૭ના રોજ રાજકોટ એલસીબીના જે.કે. મોરી અને ટીમે છાડવાવદરમાં દરોડો પાડયો હતો અને દૂધમાં ભેળસેળ મુદ્દે રૂ. ૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને નમૂના લેબોરેટરી માટે મોકલાયા હતા.

જેમા આ દૂધમા ભેળસેળ થયાનુ ખુલતા પાટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.બી. સખાલા અને ટીમે વિરા ઉર્ફે વિક્રમ નાથાભાઈ ડાપરીયા (ગઢવી) ઉ.વ. ૩૫ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)