Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

રતનપરની ઉમિયા ટાઉનશીપમાં આઠેક તસ્કરો ખાબકયા'તાઃ સાતેય ઘરોમાં ફિંગર પ્રિન્ટ અલગ

એફએસએલ, ડોગ સ્કવોડની તપાસમાં ખૂલ્યુઃ એક જ રાતમાં ૭ સ્થળે ચોરીથી વઢવાણવાસીઓમાં ફફડાટ

વઢવાણ તા. ૧૩ :.. રતનપરની ઉમીયા ટાઉનશીપમાં એક સાથે ૭ ઘરના તાળા તુટતા ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. તપાસમાં એફએસએલ અને ડોગ સ્કવોડ આવી હતી. સાતેય ઘરમાંથી અલગ-અલગ ફીગર પ્રીન્ટ મળી આવતા ૭ થી ૮ ચોરોની ગેંગ ઉતરી હોવાની દીશામાં પોલીસ તપાસ કરી રહી છે.

ઉમીયા ટાઉનશીપમાં શની. - રવિની રજા અને લગ્ન ગાળાની સીઝનનાં લઇને તસ્કરો એ સાત ઘરને નીશાન બનાવી ઘરફોડ  કરી હતી. જેમાં પોલીસ ચોપડે ૪૭ હજારની ચોરીની ફરીયાદ નોંધાયા બાદ એફએસએલ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ કરાઇ હતી. જેમાં તસ્કરોએ નીશાન બનાવેલ ઘરમાંથી અલગ અલગ ફીગર પ્રીન્ટ મળી આવતા સાતથી આઠ શખ્સોએ ચોરી કરી હોવાનું ખુલ્યું છે. જયારે ચોર મુકી ગયેલા ચપ્પલ, ધાબળા, સહિતની ચીજ વસ્તુઓ સુંધ્યા બાદ ડોગ બાયપાસ હાઇવે સુધી જઇને અટકી જતા ત્યાંથી તસ્કરો પોબારા ભણી ગયા હોવાનું બહાર આવ્યું છે.

(3:38 pm IST)