Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ગોંડલ પાસે ૭ લાખનો વિદેશી દારૂ પકડાયો

પીએસઆઇ કે.કે.ગોહીલ તથા સ્ટાફે દારૂ ભરેલુ આઇશર ઝડપી લીધું: મહેબુબ પઠાણ, રફીક મજુમશા, અમીર ડેરૈયા, રહીમ મુલ્લા અને નીતીન દેવનાણીની ધરપકડ

ગોંડલ, તા., ૧૩: ગોંડલ-વિરપુર નેશનલ હાઇવે ચોરડી પાસે તાલુકા પોલીસે બાતમીના આધારે જુનાગઢથી આવતા આઇશર ટ્રકને અટકાવી તેની તલાસી લેતા તેમાંથી ર૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કુલ રૂ. ર૦,૪૦,૦૦૦નો મુદામાલ કબ્જે કરી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસના પીએસઆઇ કે.કે.ગોહીલ, ચંદ્રરાજસિંહ જાડેજા, પ્રકાશભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ વાળા સહીતે વહેલી સવારે જુનાગઢ તરફથી આવતા જી.જે. ર૬ ટી ૪૭૦ર નંબરના આઇશરને આગવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ર૦૦ પેટી કિંમત રૂ. ૭,ર૦,૦૦૦ની મળી આવતા આઇશરમાં બેઠેલા મહેબુબ પઠાણ, રફીક મજુમશા, સમીર ડેરૈયા, રહીમ મુલ્લા તેમજ નીતીન દેવનાણીને પકડી લઇ કાર્યવાહી હાથ ધરી હતી અને ટ્રક સહિત રૂ. ર૦,૪૦,૦૦૦નો મુદામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:37 pm IST)