Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

પૂ. હરિરામબાપાની તૃતિય પુણ્યતિથિ ઉજવાશે

જસદણ, તા. ૧૩ : જસદણના બ્રહ્મલીન સંતશ્રી હરિરામબાપાની તૃતિય પુણ્યતિથિ આગામી તા. ર૮ના રોજ ભજન અને ભોજનથી ઉજવણી થશે. આ અંગે તડામાર તૈયારીઓ થઇ રહી છે.

શ્રી જલારામબાપાના પગલે પગલે ચાલનારા પૂજયશ્રી હરિરામબાપાએ વિદ્યાર્થીકાળથી માંડી જીવનના અંત સુધી રામનામની આહલેક અને ભુખ્યાને ભોજન એમનો જીવનમંત્ર હતો. તેઓની હયાતિ દરમિયાન દેશમાં ધરતીકંપ વાવાઝોડુ જેવી આફત સમયે સાફસફાઇથી માંડી મકાન  ભોજન જેવી વ્યવસ્થા કરી એક ખરા અર્થમાં એમણે નાગરિક ધર્મ બજાવી એક મુઠ્ઠી ઉંચેરા સંત સાબિત થયા હતા.

સેવક હિતેશ ગોંસાઇના જણાવ્યા પ્રમાણે દેહવિલય પામનારા સંતશ્રી પરમ પૂજય શ્રી હરિરામબાપાએ કયારેય કોઇને અનુયાયીઓ બનાવ્યા નથી અને કંઠી બાંધી નથી. ખાસ કરીને તેમણે માણસમાં ભગવાનના દર્શન કર્યા હોવાથી વર્ષો થયા જસદણ અમદાવાદ, નાગપુર, આટકોટમાં તેમના અન્નક્ષેત્રો ચાલી રહ્યા છે.

જેમાં દરરોજ હજારોની સંખ્યામાં જરૂરીયાતમંદ, ગરીબ, અશકત લોકો ભોજન લઇ રહ્યા છે સાથે અખંડ રામધુન તો ખરી ! તા. ર૮ના રોજ ભજન, મહાપ્રસાદ, સુંદરકાંડ, હનુમાન ચાલીશા, રામધુન જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સેવકો દ્વારા કરવામાં આવશે.

(3:37 pm IST)