Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

શ્રી સોમનાથ મહાદેવના દર્શને પરિવાર સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ

વેરાવળ-પ્રભાસ પાટણ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ આજે શ્રી સોમનાથ મહાદેવના દર્શને પરિવાર સાથે આવ્યા હતા. તેઓએ શ્રી સોમનાથ મહાદેવના પુજન-અર્ચન કર્યુ હતુ અને પ્રાર્થના કરી હતી. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા શ્રી અમિતભાઇ અને પરિવારનું સન્માન કર્યુ હતુ. આવતીકાલે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનુ મતદાન થનાર છે તેના આગલા દિવસે જ શ્રી અમિતભાઇ શાહ અને પરિવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રી અમિતભાઇ શાહે શ્રી સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક અને ધ્વજાપુજા કરી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

(5:33 pm IST)