Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં ઝંપલાવીને પ્રેમી પંખીડાનો આપઘાત

વઢવાણ તા. ૧૩ : સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં કોળી જ્ઞાતિના એક પ્રેમી યુગલે સમાજ બંનેને એક થવા નહિ દે એવા વિચાર સાથે સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા સુરેન્દ્રનગર પોલીસે તપાસ હાથ ધરી હતી.

તાલુકાના ટુવા ગામના રહેવાસી યોગેશ ગંગેશભાઇ સાકરીયા કોળી નામના ૨૦ વર્ષના યુવાને વઢવાણ તાલુકાના નગારા ગામે રહેતી હેતલ વિષ્ણુભાઇ નાતિયા કોળી (ઉ.વ.૧૯) નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને આ દરમિયાનમાં યુવતીના પરિવારે યુવતીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી નાખ્યા હતા અને એક માસ બાદ હેતલના લગ્ન કરવાના હોય ત્યારબાદ આ બંને પ્રેમી પંખીડાઓ સમાજ અને પરિવાર ભેગા થવા નહી દે તેવા ભય સાથે આજે બંને પોતપોતાના ઘરેથી ભાગી છૂટી અને સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં આવીને સજોડે આપઘાત કર્યો હતો.

(12:38 pm IST)