Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

દામનગરઃ મતદાન માટે મતદારોમાં જનજાગૃતિ લાવવા માટે સરકાર-ચૂંટણી પંચમાં રજૂઆત

દામનગર તા. ૧૩ :.. જે તે ચૂંટણીઓ સમયે ઉમેદવારો તનતોડ પ્રચાર સાથે પ્રચાર કરે છે. ખર્ચાઓ કરી પૈસાની ઘુવાડો કરતા હોય છે. સરકારી તંત્ર પણ મશીનરીઓ સાથે ઉંઘા માથે થતું હોય છે. રાજકીય કાવાદાવા-ખટપટો વચ્ચે મતદારોને રીઝવવા અપનવા પેતરા કરતા ઉમેદવારો અમુક નહિ ઘણાયે એવા હોય છે. કે યોગ્યતા પણ ધરાવતા હોતા નથી. પૈસાના જોરે કે જ્ઞાતિવાદનાં ધોરણે ટીકીટ મેળવી લઇ ચૂંટણી લડતા લોકોની દીર્ઘદ્રષ્ટી લાંબી નથી હોતી માત્ર સત્તા મેળવવા મતદારોને રીઝવવા ગમે તે કરવા તૈયાર થઇ જાય છે.

લોકશાહીનું પર્વ ચૂંટણી ગણાય તેની માટે સરકારી તંત્ર ખૂબ જ મહેનત કરી આદર્શ આચાર સંહિતાનાં ધોરણો નકકી કરી લીધેલા હોય છે.

પુરે પુરૂ મતદાન થયા તેનાં સંદર્ભમાં મતદાર યાદી ચકાસી લેવાતી હોય છે. સંપૂર્ણ તૈયારીઓ સાથે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતી હોય છે. ચૂંટણી પંચ દ્વારા છતા પણ મતદાનનાં દિવસે મતદારોમાં નિરસતા જોવા મળે છે. એક એવુ સર્વેક્ષણ છે કે મહત્વનાં કામો તંત્ર દ્વારા અથવા પ્રજાનાં પ્રતિનિધીઓ દ્વારા કરવામાં આવ્યા ન હોય અથવા તો ઉમેદવારો પ્રત્યે અણગમો હોય મતદાન કરાતુ નથી, ઓછા થઇ રહેલા મતદાનથી ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો દ્વારા લોકશાહીનાં પર્વમાં અને તંત્રનો ખર્ચ એળે ન જાય મતદારોમાં પુરે પુરી જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં સૌ કોઇ સહકાર આપે તેવા નિવેદન સાથે દામનગરનાં અતુલ શુકલે ચૂંટણી પંચ અને સરકારને રજૂઆત કરી છે.

(11:46 am IST)