Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કચ્છના મોટા કાંડાગરાના કલ્યાણેશ્વર મઠમાં તિથી મહોત્સવ ઉજવાશે

ભાવનગર તા.૧૩ : માંડવી નજીક મોટા કાંડાગરા (કચ્છ) ગામે આવેલ પુરાણ પ્રસિધ્ધ માનવ માત્રની સેવાકીય પ્રવૃતિઓથી ધમધમતા 'કલ્યાણેશ્વર મઠ' ખાતે મંદિરના દિવંગત મહંત રામેશ્વરગીરી બાપુની તીથી મહોત્સવ તા.૧૮ને સોમવારે ઉજવાશે. સંત જીવનની સુવાસ પ્રસરાવતા તપોનિષ્ઠ મહંત પૂ.શ્રી વિશ્વંભરગીરીજી મહારાજ અને માં વિજયાગીરીજીના જણાવ્યા અનુસાર ગાંધીધામના મહંત દેવેન્દ્રગીરીજી મહારાજની પાવન નિશ્રામાં તા.૧૬ થી ૧૮ ડિસેમ્બર ત્રિ-દિવસીય હોમાત્મક ૧૧ કુંડી મહારૂદ્ર યજ્ઞ શાસ્ત્રી અશ્વિનકુમારના અધ્યક્ષપદે યોજાશે.

બ્રહ્મલીન સંત રામેશ્વરગીરીજીના ૧૬મી પુણ્યતિથિ મહોત્સવમાં તા.૧૭ ડિસે. બપોરના ૩ થી ૬ રખાયેલ ધર્મસભાને જુના પીઠાધિશ્વર આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદગીરીજી મહારાજ, રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત હરીગીરીજી, પ્રેમગીરીજી મહારાજ, સભાપતિ ઉમાશંકર ભારતી, નારાયણગીરીજી (ગાઝીયાબાદ), વિશ્વનાથગીરી, દર્શનગીરીજી (ઇન્દોર), શિવાનંદગીરી, મહામંડલેશ્વર કલ્યાણગીરી, વિનોદગીરી, મહામંડલેશ્વર અલખગીરી મહારાજ (ભરૂચ), મહંત વેદવ્યાસપુરી, સત્ પંયાચાર્ય નાનકદાસ, મહાદેવગીરીજી મહારાજ (જુનાગઢ) વી.સંબોધશે.

આજ દિને રાત્રે ૧૦ કલાકે હરસુખગીરી ગોસ્વામી, હરીભાઇ ગઢવી, સમરથસિંહ સોઢા, કાળુભા એન. જાડેજાની સંતવાણી રખાયેલ છે.

ત્રિ-દિવસીય હોમાત્મક ૧૧ કુંડી મહારૂદ્ર યજ્ઞનું જ્ઞાનવૃધ્ધ પૂ.મહંત ગિરજાદત્તગીરીજી મહારાજ દિપ પ્રાગટય કરશે. ધર્મપ્રેમી જનતાએ ધર્મોત્સવનો બહોળા પ્રમાણમાં લાભ લેવા ગુરૂકૃપા ચેરીટેબલ ટ્રસ્ટે અનુરોધ કરેલ છે.

(11:45 am IST)