Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ધોરાજી તપગચ્છ જૈન સંઘના આંગણે પોષદશમી અઠ્ઠમ તપ

 ધોરાજી : જૈન શાસનમાં માગસર વદ દશમ એટલે પોષદશમીના એક દિવસ આગળ તથા એક દિવસ પાછળ આમ ત્રણ દિવસના ઉપવાસ (અઠ્ઠમ તપનું) અનેરૂ મહત્વ છે. ચિંતમણી પાર્શ્વનાથ નૂતન જીનાલયની પ્રતિષ્ઠા બાદ આવેલ પ્રથમ પોષદશમીના અઠ્ઠમતપની તપસ્યાનું ભવ્ય આયોજન ધોરાજી સંઘના આંગણે તપસ્વી રત્ના પ.પૂ. હુંસકિર્તી ગુરૂણીજીના શીષ્યા આદિ ઠાણા-૪ની નિશ્રામાં પ્રભુદાસભાઇ એસ. મારડીયા તથા સેવંતીભાઇ એસ. શાહ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. બહેનોના બધા મંડળની સમૂહ પૂજા તથા ૧૦૮ પાર્શ્વ પૂજન વિ. ધાર્મિક કાર્યક્રમોનું તથા માગસર વદ બારસના તપસ્વીઓના પારણાનું આયોજન કરવામાં આવેલ છે. ત્રણે દિવસો દરમ્યાન રાત્રીના ભાવનગરના ગવૈયા દ્વારા ભકિતરસનું પાન કરાવશે. હા. ચંદ્રીકાબેન ભુપતભાઇ મારડીયા  દિવ્યાબેન-પોષદશમીના અઠ્ઠમ તપ મહોત્સવમાં નગીનભાઇ વોરા, ડો. મેહુલભાઇ સંઘાણી, ભાવેશભાઇ શાહ, હિરેનભાઇ મારડીયા, નિરંજન યુવાગ્રુપના ચિરાગભાઇ વોરા, ધવલભાઇ સંઘવી વિગેરે યુવાનો આગેવાનો ઉપસ્થિત રહેલ હતાં. (તસ્વીર-અહેવાલ : કિશોર રાઠોડ-ધોરાજી)

(11:44 am IST)