Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

જેતલસર : મારકુટના ગુનામાં પકડાયેલ ત્રણ ભાઇઓને સજા ફટકારતી કોર્ટ

જેતલસર તા.૧૩ : જેતલસર પંથકનાં જેતલસર જં ગામે બે વર્ષ પહેલાં પોતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી યુવાન પર ત્રણ શખ્સો લોખંડ ના પાઇપ વડે તૂટી પડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જાન થી મારી નાખવા ની ધમકી આપી હતી.ત્યાર બાદ ભોગ બનનાર યુવકે જેતપુર કોર્ટ માં કેસ ફટકાર્યો હતો.

જેતલસર પંથક ના જેતલસર-જં માં મકૃતિયા પરામાં રહેતો મયુર નાનજી સોલંકી એ તા.૫/૬/૧૫ ના રોજ પોલીસ કૃતિયાદ નોંધાવી હતી કે. મારા જ ગામ માં રહેતા ભરત લખમણ ચૌહાણ ની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી ગાળો ભાંડી તેની સાથે મુકેશ ઉર્ફે લખમણ ચૌહાણ ત્રણે ભાઈઓએ એક સાથે મળીને પાવડા, લોખંડ ના પાઇપ વડે મારમારીને હાથપગ માં ઇજાઓ કરી હતી. અને જાન થી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અને તેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશન માં નોંધાઇ હતી.

જયારે જયુડિશિયલ ફસ્ટ કલાસ મેજિસ્ટ્રેટ ની કોર્ટ માં કેસ ચાલી જતા આરોપી મુકેશ લખમણ ચૌહાણ ને ત્રણ માસ અને રૂ.૫૦૦ દંડ, રાજેશ લખમણ ચૌહાણ છ માસ અને રૂ.૧૦૦૦ દંડ, તથા ભરત લખમણ ચૌહાણ ને ત્રણ માસ અને રૂ.૫૦૦ નો દંડ સાથે સજા ફટકારી હતી.

(11:43 am IST)