Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ભાણવડમાં વિશ્વદિવ્યાંગ દિનની ઉજવણી

 ભાણવડ : બી.આર.સી. ભાણવડ ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભાણવડ તાલુકાની તમામ શાળાના દિવ્યાંગ બાળકો તથા વાલીગણ બી.આર.સી. ભવન, ભાણવડ ખાતે એકત્રીત થયા હતાં. ગાગલિયા નિલેષભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું અને વિકલાંગ બાળકોમાં રહેલી ખુબીઓ વિશે વિશદ ચર્ચા થઇ હતી. ત્યાર બાદ દિવ્યાંગ બાળકો માટેની યોજનાઓ અંગે બી.આર.સી.ના આઇ.ડી.ડી. સ્ટાફ દ્વારા સમજૂતી આપવામાં આવી. આ ઉપરાંત બાળકોની સારસંભાળ, સાધન સહાય વગેરે અંગેની વાલીગણને સમજૂતિ આપવામાં આવી હતી. બાદમાં ીદવ્યાંગ બાળકો કે જેનો ખેલમહાકુંભામાં રાજય કક્ષાએ ગયેલ તેઓનું સન્માન કરવામાં આવ્યું. આ ઉજવણીના ભાગસ્વરૂપે આવલ તમામ બાળકો વચ્ચે રમત-ગમત સ્પર્ધા યોજાઇ હતી. આમ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં બી.આર.સી. ભવનના આઇ.ઇ.ડી.ની સ્ટાફ પઢીયાર ચેતનભાઇ ગોરધનભાઇ, શિલ્પાબેન, હીનાબેન તથા છાયાબેન આ બધાનું યોગદાન મહત્વનું રહ્યું.

(11:41 am IST)