Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ભાવનગરમાં પતંગની દોરી ગળામાં આવી જતા બાઇકસ્વાર યુવાન ગંભીર

ભાવનગર, તા. ૧૩ : શહેરમાં ફુલસર વિસ્તારમાં રહેતા મોહનભાઇ ઉકાભાઇ મકવાણા (ઉ.વ.૪૦) પોતાના મોટર સાઇકલ ઉપર જીઆઇડીસી તરફ જઇ રહ્યા હતાં ત્યારે  તેના ગળામાં પતંગની દોરી ઉંડે સુધી ઉતરી જતા મોહનભાઇને લોહી લુહાણ હાલતે અત્રેની સર ટી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. જયાં તેની સ્થિતિ ગંભીર ગણાવઇ રહી છે.

વિદેશી દારૂ ઝડપાયો

આડોડીયાવાસ વિસ્તારમાં દરોડો પાડી એસઓજીના સ્ટાફે વિજય ઉર્ફે નવીન મોહનભાઇ રાોડના મકાનમાંથી વિદેશી દારૂની ૧૮ બોટલો ઝડપી લીધી હતી. ત્યારે આ દરોડો દરમ્યાન બુટલેગર વિજય નાસી છૂટયો હતો.

(11:40 am IST)