Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

માણાવદર પાસે દારૂ સાથેની કાર રેઢી મૂકીને ૩ શખ્સો પલાયન

જુનાગઢ, તા. ૧૩ : માણાવદર પાસે દારૂ સાથેની કાર રેઢી મૂકીને ૩ શખ્સો પલાયન થઇ ગયા હતાં. પોલીસે કુલ રૂ. ૩.૪૭ લાખનો મુદામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

માણાવદરના પી.એસ.આઇ. જે.પી. ગોંસાઇ ગત રાત્રે સરદારગઢ પાસે સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં.ર્ી

ત્યારે જીજે૧૦-એપી-૯૯૧૦ હુંડાઇ કારમાંથી ત્રણ શખ્સો પોલીસને જોઇને નાસી ગયા હતાં.

પોલીસે કારની તલાસી લેતા તેમાંથી રૂ.૪૩ર૦૦ની કિંમતના વિદેશી દારૂની ૧૦૮ બોટલ મળી આવી હતી.

આથી પોલીસે દારૂ અને કાર સહિત રૂ. ૩,૪૩,ર૦૦નો મુદામાલ જપ્ત કરી ત્રણેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

(11:39 am IST)