Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

જામજોધપુરનો ફરારી આરોપી ટીટો ઝડપાયો

જામનગર તા. ૧૩ :.. જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રદીપ શેજુળ એલ. સી. બી. પો. ઇન્સ. આર. એ. ડોડીયા સુચના મુજબ જીલ્લાના નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા માટે કે. સી. વાઘેલા, પો. સબ.  ઇન્સ. તથા હેડ કોન્સ. ચંદ્રસિંહ જાડેજા, હીરેનભાઇ વરણવા ધર્મેન્દ્રસિંહ જાડેજા, પેરોલ ફર્લો સ્કોડના જામનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન લાલપુર બાયપાસ પાસે આવેલ ત્યારે હકિકત મળેલ કે, જામજોધપુર પોલીસ સ્ટેશન ના. ફ. ગુ. ર. નં. ર૮/૧૭ ઇ. પી. કો. કલમ ૩૦૭, ૩૯૪, ૩૯૭, ૩ર૪, ૩રપ, ૧ર૦ (બી) જી. પી. એકટ ૧૩પ (૧) નો ગુન્હો કર્યા બાદ નાસતો ફરતો આરોપી રાકેશ ઉર્ફે ટીટો નાથાભાઇ જોષી રહે. મોટીગોપ તા. જામજોધપુર વાળો રણજીતસાગર રોડ ઉપર મયુર ટાઉનશીપની બાજુમાં હાજર હોય જેથી ત્યાં જતા આરોપીને પકડી પાડી જામજોધપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આ કામગીરી વનરાજસિંહ આર. વાળા તથા હંસરાજભાઇ કે. પટેલ કરેલ હતી.

(11:39 am IST)