Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

માળીયામિંયાણાના હરીપરમાં ભુગર્ભ ગટરનાં કામમાં બ્રેકથી કાદવ કિચડ

માળીયા તાલુકા ના છેવાડા ના રણકાંઠે આવેલ હરીપર ગામ માં ઠાકોર ભરવાડ આહીર તથા મુસ્લિમ સમાજના લોકો હરીપર ગામમાં વસવાટ કરે છે તેમજ હરીપર ગામ ગરીબ પછાત અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો રહે છે ત્યારે દેવસોલ્ટ કંપની એ દતક લીધેલ હરીપર ગામમાં છેલ્લા ત્રણ વર્ષ થી કોન્ટ્રાકટરના વાંકે ભુર્ગભ ગટરના કામો ટલ્લે ચડ્યા છે જે બાબતે ધારાસભ્યને મૌખિક રજુઆત બાદ ધારાસભ્યે આશ્વાસન આપતા જણાવ્યુ હતુ કે આ બાબતે ધ્યાન આપી મજબુત અને મોટી પાઈપ નાખી ભુર્ગભ ગટરનુ નવનીકરણ કરી ઘટતુ કરી દેવાનુ જણાવ્યુ હતુ જોકે હાલની સ્થિતિ જોતા હરીપર ગ્રામજનોએ શેરીમાં કાદવકિચડથી રાહત મળે તેવુ જણાવી પડતી હાલાકી સામે રોષ પણ વ્યકત કર્યો હતો. (તસ્વીર - અહેવાલ : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:36 am IST)