Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

અમરેલી જિલ્લાની પાંચેય બેઠકોમાં કોનો વિજય? રાજકિય પક્ષો દ્વારા ગણતરી

અમરેલી તા. ૧૩ : શનિવારે અમરેલી જિલ્લાની ૫ બેઠકોનું મતદાન પૂર્ણ થયા બાદ હવે તા. ૧૮ને સોમવારે કોનો વિજય થાય છે? તે તરફ સૌની મીટ મંડાયેલી છે.

અમરેલી જિલ્લાની લાઠી, સાવરકુંડલા, ધારી સહિતની બેઠકોનું પરિણામ શું આવશે? તે અંગે રાજકીય પક્ષો દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે.

ભાજપના દિગ્ગજ નેતા દિલીપભાઇ સંઘાણી, બાવકુભાઇ ઉંધાડ, કોંગ્રેસમાંથી પરેશભાઇ ધાનાણી, વિરજભાઇ ઠુંમર સહિતનાઓ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

(9:33 am IST)