Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

એસ્સાર પાવર લીમીટેડ કંપનીને પ્રદૂષણ બંધ કરવાનાં હુકમ સામેની રીવીઝન રદ કરતી સેસન્સ અદાલત

 ખંભાલીયા તા.૧૩: તાલુકાના સોઢા તરઘડી તથા કજુરડા તથા નાનામાંઢા ગામની બાજુમાં આવેલ એસ્સાર પાવર લીમીટેડ ૧૨૦૦ મેગા વોટની કંપની દ્વારકા નાના માંઢા ગામે બીનઅધિકૃત કોલસાનો સ્ટોક યાર્ડ બનાવી લોડીંગ તથા અનલોડીંગ કામગીરી કરી કજુરડા તથા સોઢા તરઘડી તથા નાનામાંઢા ગામનાં ખેડૂતોના ઉભા પાકને તથા હવા, પાણીમાં કોલસી દ્વારા પ્રદૂષણ ફેલાવતા હોય અને પીવાના પાણી તથા ખેતીની જમીનો તથા ખેતીના ઉભા પાકો કુવા બોરના પાણી તેમજ ગોૈચરની જમીનોને નુકસાન થતું હોય, અને સ્કૂલનાં બાળકો તથા લોકોનાં આરોગ્યને નુકસાન થતું હતું.

જે અંગેના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ કરી રિપોર્ટ કરેલ જેથી સબ ડિવી. મેજીશ્રીની કચરેીમાં અલગ અલગ નવ જેટલા અરજદારોએ સી.આર.પી.સી. કલમ ૧૩૩ મુજબ પ્રદૂષણ અટકાવવા અંગેની અલગ અલગ ફરિયાદ કરેલ જે તમામ કસોમાં સબ ડિવી.મેજી.શ્રીએ કોમન ઓર્ડર કરી એસ્સાર પાવર લીમીટેડને એવું ડાયરેકશન આપેલ કે, '' એસ્સાર પાવન કંપનીએ પ્રદૂષણ ન ફેલાવવા તથા પ્રદૂષણોા નિયમોનું પાલન કરવાની સુચના આપેલ અને પ્રદૂષણ કાયમી ધોરણે બંધ કરવા માટે કંપનીને તા. ૨૬-૬-૧૩નાં રોજ આદેશો આપેલ.'' જે હુકમથી નારાજ થઇ એસ્સાર પાવર લીમીટેડ કંપનીએ ખંભાલીયા સેસન્સ અદાલતમાં રીવીઝન અરજી નાં. ૬૦/૧૩થી ૬૭/૧૩,ની રીવીઝન અરજી રાજેન્દ્રસિંહ મનુભા જાડેજા તથા અન્ય આસામીઓ સામે રીવીઝન દાખલ કરેલી. જેમાં ખંભાલીયાના એડી.સેસન્સ જજ શ્રી શેખ સાહેબે બંને પક્ષે દલીલો સાંભળી ખંભાલીયા સબ ડિવીઝન મેજી.શ્રી નો હુકમ કાયમ રાખી એસ્સાર પાવર લીમીટેડ કંપનીની તમામ રીવીઝન રદ કરેલ છે. જે રીવીઝન અરજીમાં રાજેન્દ્રસિંહ મનુભા વિગેરે તરફે જીતેન્દ્ર કે. હિન્ડોચા તથા એચ.કે. અશાવલા એડવોકેટસ રોકાયા હતા.

(1:40 pm IST)