Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સુરેન્દ્રનગર ભાજપ શહેર પ્રમુખ તરીકે વિરેન્દ્ર આચાર્ય

સુરેન્દ્રનગર તા. ૧૩ : સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ શહેર પ્રમુખ માટે છેલ્લા કેટલાક સમયથી ઘણી અટકળો ચાલી રહી હતી. જિલ્લાના હાલ સુધીના ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના નવા પ્રમુખ તરીકે જોરાવરનગર વિસ્તારના વિરેન્દ્ર આચાર્યની નિમણૂંક કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે હરૂભા ચુડાસમાની જાહેરાત કરી હતી. કેટલાક વર્ષથી ખાલી જગ્યા પર નામની ચર્ચા ચાલતી હતી.

(1:13 pm IST)