Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ભાણવડ : પ૦૦ લી. દેશી દારૂ ભરેલી કાર સાથે મોટી પાનેલીના બે શખ્સો જબ્બે

ભાણવડ, તા. ૧૩ : પીએસઆઇ કે.જે. સથવારા તથા સ્ટાફના હેડ કોન્સ. જયદેવસિંહ જાડેજા, રામશીભાઇ ચાવડા, પો. કોન્સ. હેમંતભાઇ નંદાણીયા, કિશોરસિંહ જાડેજા, પરેશભાઇ સાંજવા, કિશોરભાઇ સરમણભાઇ, વિપુલભાઇ ગગુભાઇ, જીતુભાઇ હુણ, વિપુલભાઇ મોરી, ખીમાભાઇ કરમુર સહિતના શુક્રવાર રાત્રીના સમયે ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે હકીકત મળી હતી કે, દેશી દારૂ ભરેલી એક કાર મોટા કાલાવડ તરફથી ત્રણ પાટીયા તરફ આવી રહી છે. જેને આધારે પોલીસ સ્ટાફ ચાર પાટીયે વોચમાં ગોઠવાઇ ગયો હતો અને જેવી બાતમી મુજબની કાર આવતી દેખાઇ કે તેને રોકવા ઇશારો કરવામાં આવતા કાર ચાલકે કારને રોકી દીધી હતી અને તલાસી લેતા તેમાંથી સુપર કંતાનના દસ બાચકાઓમાં દેશી દારૂ મળી આવ્યો હતો એક બાચકામાં પાંચ લીટરની પ્લાસ્ટીકની કુલ ૧૦ કોથળી એટલે કે એક બાચકમાં પ૦ લીટર લેખે કુલ ૧૦ બાચકામાંથી પ૦૦ લી. દેશી દારૂ મળી આવતા કારમાં રહેલા બન્ને શખ્સોની અટક કરી પૂછપરછ કરતા ચાલકે પોતાની ઓળખ મનસુખ ધનજી વિરમગામા જાતે કોળી તથા પાછળની સીટમાં બેઠેલા શખ્સે પોતાની ઓળખ ભરત રાજા પરમાર જાતે કોળી રહે. બન્ને મોટી પાનેલીના હોવાનું જણાવ્યું હતું.પોલીસે દારૂ લી. પ૦૦ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા મારૂતિ સુઝુકી કાું.ની એસ્ટીમ કાર જેના નં. જીજે-૧-એચબી-રપપપ કિં. રૂ. પ૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી ફરીયાદી પો.કોન્સ. ખીમાભાઇ કરમુરની ફરીયાદને પગલે પ્રોહી.એકટની વિવિધ કલમ ૬પ-ઇ, ૮૧, ૯૮(ર) મુજબ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ વુમન એએસઆઇ એમ.જે. વાળા ચલાવી રહ્યા છે.

(11:54 am IST)