Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ધોરાજીમાં અખંડ ૨૪ કલાકના રામાયણના પાઠ

 ધોરાજી : ગુજરાતમાં એકમાત્ર ધોરાજીના જન્માષ્ટમી મેળા વાળા મેદાન ખાતે શ્રી ચૈતન્ય પીપરડી જટીલ સન્યાસ આશ્રમ (ચૈતન્ય હનુમાનજી મંદિર) ખાતે છેલ્લા ૧૮ વર્ષથી મહંત શ્રી દિગમ્બર લાલુગીરીજી ગુરૂશ્રી શિવ સાગરજી મહારાજના સાનિધ્યમાં ૩૮માં નવરાત્રી મહોત્સવે અખંડ ૨૪ કલાક ૯ દિવસ રામાયણના પાઠ અને નવચંડી મહાયજ્ઞ થતો હોય એવો એકમાત્ર ધોરાજીનો આશ્રમ છે. આસો નવરાત્રીએ અયોધ્યા જૂનાગઢ મંડલીકપુરના વિદ્વાન શાસ્ત્રી બ્રાહ્મણો મુકેશ અદા, શૈલેન્દ્ર શાસ્ત્રીજીની ટીમ દ્વારા અખંડ ૨૪ કલાક રામાયણના પાઠનો પ્રારંભ થયો હતો. આ સાથે મહંતશ્રી દિગમ્બર લાલુગીરીજી ગુરૂ, શ્રી શિવસાગરજી મહારાજ પણ છેલ્લા ૧૯ વર્ષથી ચૈત્ર નવરાત્રી અને આશો નવરાત્રીએ ઉગ્ર તપશ્ચર્યા કરે છે અને આશ્રમ ખાતે આવેલ હનુમાનજી મહારાજની સામે જ રામાયણના ૨૪ કલાક અખંડ પાઠ સાંભળવામાં આવે છે ત્યારે દેવોમાં શિવજી નવદુર્ગામાતા, કાળભૈરવ, ગણેશજી, ગુરૂદત્ત મહારાજ વગેરે દેવોના આહવાન કરાય છે.(તસ્વીર : કિશોર રાઠોડ)(૪૫.૩)

(4:14 pm IST)