Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

પ્રભાસપાટણ નજીક જીઆઇડીસીમાં ૩૦ હજાર જેટલા મજુરોનું શોષણ થતા નારાજગી

પ્રભાસ પાટણ તા.૧૩: પ્રભાસપાટણની બાજુમાં જી.આઇ.ડી.સી.નો મોટો વિસ્તાર આવેલ છે અને આ એરીયામાં ૧૫૦ થી વધુ મચ્છીની એકસપોર્ટ માટેની કંપનીઓ આવેલ છેે અને આ કંપનીઓ વેરાવળ, પ્રભાસ પાટણ અને વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાંથી અને ઉના વિસ્તારો માંથી જ અંદાજીત રપ થી ૩૦ હજાર મજુરો કામ કરી રહેલ છે. અને આ તમામ મજુરોનું ભયંકર શોષણ થઇ રહેલ છે. અને આ તમામ મજુરો પાસે સરકારનાં નિયમ વિરૂદ્ધ ૧૨ કલાક કામ કરાવી રહેલ છે. અને તેની સામે ખુબ જ ઓછુ વળતર ચુકવવામાં આવે છે આ કંપનીઓમાં ખાસ કરીને કોળી અને દલિત સમાજની બહેનો વધુ પ્રમાણમાં કામ કરી રહેેલ છે. જે અભણ અને ગરીબ હોય છે જેને ઓછા પેસા એ વધુ કામ કરાવી અને વળતર ખુબ જ ઓછુ આપે છે.

આ કંપનીમાં આવતી બહેનોની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હોવાથી મજુરી સીવાય કોઇ વિકલ્પ ન હોવાથી આ કંપનીઓનાં માલીકો અને એકસપોર્ટ એસોસીએશનનાં જવાબદાર લોકોની શોષણ કરવાની નીતિઓમાં હજારો મજુરો ભોગ બની રહેલ છે.

એકસપોર્ટ એસોસીએશનનાં જવાબદાર લોકો તાત્કાલિક વેતન વધારો કરીને ન્યાય આપે તે માટે માંગ કરી છે.(૧.૭)

(12:14 pm IST)