Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ભાણવડ કન્યાશાળાની કૃતિ વિજ્ઞાન મેળામાં રાજય કક્ષાએ પસંદગી પામી

 ભાણવડ : તાલુકાશાળા નં.૩(કન્યાશાળા)ની એલઆઇ-એફઆઇ કૃતિ જિલ્લા કક્ષાના ગણિત -વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ -પ માં રાજય કક્ષા માટે પસંદગી પામેલ છે. આ કૃતિ બાાળ વૈજ્ઞાનિકો ડાભી રિદ્ધિ અને પરમાર હેમાંગી દ્વારા વિજ્ઞાનના શિક્ષક ચાર્મી બેનના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ છે. શાળાના આચાર્ય સહિત શાળા પરિવાર તરફથી કૃતિ તૈયાર કરનાર બન્ને બાળાઓને ખુબ-ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે. આગામી દિવસોમાં યોજાનાર રાજય કક્ષાના ગણિત-વિજ્ઞાન મેળામાં આ કૃતિ રજુ કરવામાં આવશે. (તસ્વીરઃ રવિ પરમાર, ભાણવડ) (૧.૧)

(10:08 am IST)