Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ભાવનગર નાગરિક સહકારી બેંકના બીજી ટર્મ માટે નવા હોદેદારોની નિમણૂંક

 ભાવનગર તા.૧૩: શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંકમાં તાજેતરમાં સહકારી કાયદામાં આવેલ નવા સુધારા મુજબ બેંકના પેટાનિયમમો સુધાર્યા બાદ થયેલ ચૂંટણી બાદનાં પ્રથમ બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠકમાં બેંકના ચેરમેન પદે અઢી વર્ષની ટર્મ માટે જીતુ ઉપાધ્યાયની સર્વાનુમતે વરણી તેમજ મેનેજીંગ ડિરેકટર પદે પ્રદિપભાઇ દેસાઇ તથા વાઇસ ચેરમેનપદે મહેન્દ્રભાઇ બારૈયાની વરણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત બેંકના પ્રોફેશ્નલ ડિરેકટર્સ તરીકે બેંકીંગ ક્ષેત્રના અનુભવી માધવભાઇ માણીયા અને સહકારક્ષેત્રનાં અનુભવી અલીયાખાન પઠાણની બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા નિયુકતી કરવામાં આવી હતી. તદ્દઉપરાંત લોન કમિટી, એકઝી. કમિટી, ઓડીટ કમિટી, લોન કમિટી, સ્ટાફ કમિટી, રીકવરી કમિટી, લીગલ કમિટી સોના ધિરાણ ચકાસણી કમિટીની પણ વરણી કરાઇ હતી. અને તેના ચેરમેન તરીકે અનુક્રમે સર્વશ્રી મહેન્દ્રભાઇ બારૈયા, કમલેશભાઇ મહેતા, ધીરૂભાઇ કરમટીયા, પ્રવિણભાઇ પોંદા, પૂર્ણેન્દુભાઇ પારેખ અને દર્શનાબેન જોશીની વરણી તેમજ કમિટીનાં સભ્યોમાં ઉપરોકત ડિરેકટરશ્રીઓ ઉપરાંત રફીકભાઇ મેતર, ચૈતાલીબેન પટેલ, નિરૂબહેન પડાયાની વરણી કરવામાં આવી હતી.

બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠક શરૂ થઇ તે પહેલા તમામ ડિરેકટરશ્રીઓએ સોૈ પ્રથમ ડોન ચોક પાસેની હેડઓફિસનાં પ્રાંગણમાં મોરારજીભાઇની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી વંદન કરી બાદમાં બેંકનાં બિલ્ડીંગમાં પ્રવેશ કર્યો હતો.

બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠક બાદ બોર્ડરૂમમાં જનરલ મેનેજર સહિત અધિકારીઓ-કર્મચારીઓ તેમજ શહેરનાં તમામ પક્ષોનાં અગ્રણીઓ સભાસદ અગ્રણીઓ, શુભેચ્છકોએ આવીને નવા વરાયેલા હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી. જીતુ ઉપાધ્યાયયે આ પ્રસંગે સોેનો આભાર માની સોૈ કોઇનાં સાથ સહકારથી બેંકને વધુ પ્રગતિનાં પંથે લઇ જવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.(૧.૨)

(10:06 am IST)