Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ધોળીધજા ડેમ ૯૯.૧૪% ભરાઈ જતાં સુરેન્દ્રનગર સહીત ૧૦થી વધુ ગામોને તંત્રએ એલર્ટ કરાયા

ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારમાં તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઇ

સુરેન્દ્રનગરઃ ધોળીધજા ડેમ ૯૯.૧૪% ભરાઈ જતાં સુરેન્દ્રનગર સહીત ૧૦થી વધુ ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખમીસાણા, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને શીયાણી સહિતના ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારમાં તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઇ. ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાથી ભોગાવો નદીમાં તેનું પાણી આવવાની શક્યતા હોઈ તંત્ર બન્યું સતર્ક. ધોળીધજા ડેમની કુલ ક્ષમતા ૨૦ ફુટ છે જેની સામે હાલ ૧૯.૧૪ ફુટથી વધુ પાણી છે

(1:18 am IST)