Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

વિસાવદરમાં ચાર ઈંચ : મોસમનો કુલ વરસાદ સતાવન ઈંચ : હજુયે અવિરત મેઘમહેર : ખેડૂતો ખુશખુશાલ : સાર્વત્રિક પાણી..પાણી..

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૩ : વિસાવદર પંથક પર મેઘરાજા અવિરત વહાલ વરસાવી રહ્યા છે.સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર વિસાવદરમા ચાર ઈંચ વરસાદ પડયો છે અને આ લખાઈ રહ્યુ છે ત્યારે સવારે ૧૦:૩૦ કલાકે પણ અવિરત વરસાદ ચાલુ છે.મોસમનો કુલ વરસાદ સતાવન ઈંચ  નોંધાયો છે.વિસાવદરના ગ્રામ્ય-ગીર પંથકમા પણ વરસાદના વાવડ છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર પાકને વરસાદની જરૂર હતી ત્યારે જ વરૂણદેવે કૃપા કરતા આ કાચુ સોનુ વરસી રહ્યુ છે.વિસાવદરમા સતત વરસાદના પરિણામે સાર્વત્રિક પાણી..પાણી જોવા મળી રહ્યુ છે.

(1:50 pm IST)