Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

દેશદેવીમાં આશાપુરા કચ્‍છ ખાતે આસો નવરાત્રીનો તા.૨૫/૯/૨૦૨૨થી ઘટસ્‍થાપન સાથે પ્રારંભ

હોમાદિક ક્રિયામાં અધ્યક્ષ સ્થાને રાજા બાવાશ્રી યોગેન્દ્રસિંહજી હવનમાં બિડુ હોમશેઃ નામદાર મહારાણી સાહેબા પ્રીતીદેવી દ્વારા માંઆશાપુરાને સવારે જાતર(પત્રી) ચડાવશે

ભીતરમાં વિનાશ મનમાં, હૈયામાં હામ હોઠે છે માં આશાપુરાનું નામ :  હોમાદિક ક્રિયામાં અધ્‍યક્ષ સ્‍થાને રાજા બાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી હવનમાં બિડુ હોમશેઃ નામદાર મહારાણી સાહેબા પ્રીતીદેવી દ્વારા માંઆશાપુરાને સવારે જાતર(પત્રી) ચડાવશે

ભકિત અને શકિતનો અનુપમ એટલે નવરાત્રીપર્વ. ભારતીય સંસ્‍કૃતિની ઇમારત ધર્મ, જ્ઞાન અને ભકિતનો પાયા ઉપર જોડાયેલી છે. આ ભવ્‍ય સંસ્‍કૃતિમાં શકિત ઉપાસનાનું સ્‍થાન અલૌકિક અને અનોખું છે. આસ્‍થાની ઓભતા અનેક દેવ-દેવીઓના નામરૂપ ધરી કામણગાર કચ્‍છની ધન્‍યધરા માતાના-મઢ બિરાજતા દેશદેવી માંઆશાપુરાનું ભવ્‍ય મંદિર છે. જે ૧૯મી સદીનું ભવ્‍ય તીર્થધામ છે. જયા આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્‍ય રીતે ઉજવાય છે. શકિત સહાર અને કલ્‍યાણકારી છે. માંઆશાપુરાનું સ્‍વરૂપ અજોડ, અનોખું, અલૌકિક છે. જયા આસો નવરાત્રી તા.૨૫/૯/૨૦૨૨, રવિવાર ભાદર વદ અમાસ રાત્રે ૯ કલાકે ઘટસ્‍થાપન થશે. આસો સુદ-૧ તા.૨૬/૯/૨૦૨૨ સોમવાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે. તા.૨/૧૦/૨૦૨૨ આસો સુદ-૭ રવિવાર રાત્રે ૯.૩૦ કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. જેના અધ્‍યક્ષસ્‍થાને રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજીના હસ્‍તે પૂજાવિધિ શરૂ થશે.

હવનવિધિ ગોર મહારાજશ્રી મુળશંકર જોશી સમગ્ર પુજાવિધિ શ્‍લોક શ્રુતિપાઠ દ્વારા થશે. રાજવી પરિવારના સભ્‍યો માઇભકતો આમંત્રિત મહેમાનો હાજર રહેશે. હવનમાં ફુલો ફળોથી આહુતિ થશે. હવનમાં બીડું હોમવાનો સમય રાત્રીના ૧૨.૩૦ કલાકે રાજાબાવાશ્રી યોગેન્‍દ્રસિંહજી બીડું હોમાશે. આસો સુદ આઠમ તા.૩/૧૦/૨૦૨૨ સોમવાર કચ્‍છ રાજપરિવાર તથા ભાયાતો આમંત્રિત મહેમાનોની ઉપસ્‍થિતમાં વિધિવિધાન રાજપરિવાર દ્વારા રાજવી કચ્‍છ મહારાણી સાહેબા પ્રીતીદેવીમાં આશાપુરા માતાજીને જાતર(પત્રી) સવારે ૮ કલાકે ચડાવશે. સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. માંઆશાપુરામાં ગુણગાન ગવાશે. આ સમયે માંઆશાપુરા દ્વારા ફુલ સ્‍વરૂપે રાજવી પરિવારને જાતર(પત્રી)નો પ્રસાદ આપે છે. આ રીતે કળયુગમાં પણ ચમત્‍કાર ગણાય છે. જેને પત્રી પ્રસાદ કહેવાય છે. માંઆશાપુરા પાસે રાજવી પરિવાર વંદનપૂર્વક પ્રાર્થના કરે છે.

સમગ્ર દેશમાં વસ્‍તા માઇભકતોની રક્ષા કરશો. માંઆશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરશો. કચ્‍છ ભૂમિ મહિમાવંતી છે. માં આશાપુરાના ભુવા ગજુભા ચૌહાણ સેવા આપે છે. માંઆશાપુરામાં દર્શન કરવા નવલા નોરતામાં હૈયામાં હામ અને હોઠે છે માંઆશાપુરાનું નામ જપ્તા અપાર શ્રધ્‍ધા અને વિશ્વાસ સ્‍નેહ સાથે પગપાળા જે હાથ લાગ્‍યુ તે વાહન લઇ માંઆશાપુરાના દર્શન કરવા સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છ,  ગુજરાત, મહારાષ્‍ટ્રમાંથી વિશાળ સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડે છે. ભાવિકોમા આશાપુરાનું નામ લેતા ઉર્મિના ઉછળે માંઆશાપુરાના ર્દર્શન કરવા નવરાત્રી દરમ્‍યાન લાખો ભાવિકોમાં આશાપુરાધામ કચ્‍છ ખાતે આવે છે. સમગ્ર કચ્‍છમાં આશાપુરાના નાદથી ગુંજી ઉઠે છે. કચ્‍છભુમી મૈમાવંતી છે.

અહીં જગડુશાની દાતારી, ભિથા કકલની રાજભકિત, શ્‍યામકૃષ્‍ણ વર્માની દેશદાઝ, લાખો ફુલાણીની વિરતા, સંત મેકરણદાદાની માનવતા, જેસલની ભકિત, તોરલની શકિત આત્‍મસર્મપણ આ ધરાને અજવાળી છે. કચ્‍છી માડુ રણને ઝરણ બનાવે રજને રજત કચ્‍છનું ઝમીર ખુમારવંતી પ્રજામાં આશાપુરાના દર્શન કરવા, પગપાળા, આવતા ભાવિકોની વિનામુલ્‍યે વિના સંકોચે સેવા એજ ધર્મના ઉદેશની નાનામોટા કેમ્‍પો, સેવા કેન્‍દ્રો, નાતજાતના ભેદભાવ વગર ૨૪ કલાક નિઃસ્‍વાર્થ સેવા કચ્‍છી માડુ આપે છે. નવરાત્રી સમય દરમ્‍યાન શ્રીફળ વધેરવાની મનાઇ છે. માતાના-મઢ જાગીર ટ્રસ્‍ટ દ્વારા ભાવિકો માટે રહેવા, જમવાની વિનામૂલ્‍યે સગવડ પુરી પાડવામાં આવે છે. માંઆશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. માંઆશાપુરાની જય બોલો રે, માવડી મઢવાળી

 વિનોદભાઇ પોપટ

મો.૯૯૭૯૯ ૦૭૨૧૮

(12:58 pm IST)