Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

બગસરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં જુગારધામ પર રોકડા રૂ.૨૨૮૮૦ પકડી પાડતી બગસરા પોલીસ ટીમ

અમરેલી - બગસરા, તા.૧૩: શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્‍જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે શ્રી હિમકરસિંહ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ અમરેલી જીલ્લામાથી દારૂ તથા જુગારની બદીને નેસ્‍તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવળતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલીનાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ પો.ઇન્‍સ. બગસરા પોલીસ સ્‍ટેશન નાઓની ટીમ દ્રારા બગસરા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૨૦૫૪૨/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્‍હો રજી. થયેલ હોય જેમાં બગસરા, જેતપુર રોડ પાણીનાં ટાંકા પાછળ ખુલ્લી જગ્‍યામાં ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ. ૨૨૮૮૦ /-ના જુગાર લગત સાહિત્‍ય સાથે ચારેય ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્‍હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૨૨૮૮૦/ સાથે બાલુભાઇ ભુરાભાઇ કસુવાડા ઉવ.૫૦ ધંધો,પાઉભાજી રહે, ગોકળપરા તા બગસરા જી.અમરેલી, કિશોરભાઇ બાવાભાઇ જીંજરીયા ઉવ.૪૫ ધંધો.હિરાઘસુ રહે.શાપર તા-બગસરા જી.અમરેલી, રાજેશભાઇ પરશોતમભાઇ રાંક ઉવ.૪૭ ધંધો.ખેતી રહે.ગોકળપરા તા-બગસરા જી. અમરેલી,  મનસુખભાઇ વાલજીભાઇ કુંભાર ઉવ.૫૮ ધંધો.નોકરી રહે.અમરપરા વાલ્‍મીકી વાસ બગસરા તા.બગસરાને ઝડપી પાડેલ છે.

આ કામગીરીમાં બગસરા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્‍સ શીવરાજભાઇ ખાચર, અનાર્મ હેડ કોન્‍સ. જયરાજસિંહ રાઠોડ, પો.કોન્‍સ. સુલતાનભાઇ ગુલાબભાઇ પઠાણ, પો.કોન્‍સ આલકુભાઇ એન.વાળા, પો.કોન્‍સ.જયદિપભાઇ નાઓ પોલીસ સ્‍ટાફ જોડાયેલ હતા.(તસવીરઃ સમીર વિરાણીઃ બગસરા)

(12:33 pm IST)