Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

વડિયામા જીયુવીએનએલના ટેકનિકલ કર્મીઓએ વર્ગ ત્રણમાં સમાવવા અને સાતમા પગારપંચના ભથ્‍થા બાબતે આવેદનપત્ર

મળત્‍યુના રિસ્‍ક સાથેની નોકરી હોય વર્ગ ત્રણમાં સમાવી તે મુજબ ભથ્‍થા તથા નિવળત્તિ બાદ મેડિકલ સુવિધાઓ અને ઓવર ટાઈમનો લાભ આપવા માગણી

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૧૩: સમગ્ર રાજ્‍યમાં જીયુવીએનએલના કર્મચારીઓ દ્વારા વીજ સપ્‍લાય, મેન્‍ટેનસ બાબતે કામગીરી કરવામાં આવે છે. તેમાં પણ તેના ટેકનિકલ સ્‍ટાફ દ્વારા પોતાના જીવ ના જોખમે વીજપોલ પર રીપેરીંગ માટે રાત દિવસ કામગીરી કરવામાં આવે છે.ત્‍યારે આ કર્મીઓને હાલ કંપની વર્ગ ચાર માં સમાવેશ કરતી હોય ત્‍યારે તેને વર્ગ ત્રણ માં સમાવી ને તેને અનુરૂપ પગાર ધોરણ અને સાતમા પગાર પંચ ના લાભ આપવા માંગણી ઉઠી છે.

આ માટે વડિયા જીયુવીએનએલ ના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા વડિયા માં ડેપ્‍યુટી ઈજનેર ને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ કરી આંદોલન ના શૂર છેડતા જોવા મળ્‍યા છે. આવેદનપત્રમાં જણાવેલ માંગણીઓમા આ ટેક્રિકલ કર્મીઓને વર્ગ ત્રણ માં સમાવવા, આ કર્મીઓને સાતમા પગાર પંચના ભથ્‍થા વર્ગ ત્રણ મુજબ આપવા,જીવ ના જોખમે નોકરી કરતા હોય અલગથી રિસ્‍ક એલાઉન્‍સ આપવું,બીજા અને ચોથા શનિવારે રજા આપવી,આઠ કલાક થી વધુ કામ માટે ઓવરટાઈમ ભથ્‍થું આપવું અને નિવળત્તિ બાદ મેડિકલ સુવિધાઓ આપવા બાબતે વડિયા ના ટેકનિકલ કર્મચારીઓ એ આવેદનપત્ર આપી જનરલ મેનેજર વડોદરા પાસે પોતાની માંગણીઓ કરી છે.

ત્‍યારે આ જીયુવીએનએલ ના ટેકનિકલ કર્મચારીઓ પણ હવે અન્‍ય કર્મચારીઓની જેમ આંદોલનના માર્ગે જતા હોય તેવુ જોવા મળી રહ્યું છે.

(1:01 pm IST)