Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

મોરબી :જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ટંકારા તાલુકાની સરકારી શાળા દ્વિતીય સ્થાને.

સજનપર પ્રાથમિક શાળા દ્વિતીય નંબર મેળવી ટંકારા તાલુકાનું ગૌરવ વધાર્યું

મોરબી : જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ટંકારા તાલુકાની સરકારી શાળા દ્વિતીય સ્થાને

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહાકુંભ -2022મા જિલ્લા કક્ષાએ ‘પ્રાચીન ગરબા’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સજનપર પ્રાથમિક શાળા દ્વિતીય નંબર મેળવી ટંકારા તાલુકાનું ગૌરવ વધારેલ છે.
આ તકે સરકારી શાળાને જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવવા બદલ રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ શુભેચ્છા પાઠવી હતી. તેમજ કાર્યક્રમની તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન ભારતીબેન દેત્રોજા અને પી.જી. પટેલ કોલેજના હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ હાર્મોનિયમના સુર રેલાવનાર જયંતીભાઈ સૈજા અને સજનપર ગામના તબલા વાદક પિન્ટુભાઈ દલસાણીયા તેમજ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા એ જહેમત ઉઠાવી હતી.તો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યર્થિનીઓને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવામાં આવી હતી.

(12:27 am IST)